અજબ ગજબઃ 800 વર્ષથી જમીનમાં દફન ખૌફનાક રાજ, બહાર નીકળતા વૈજ્ઞાનિકો પણ દંગ

 અજબ ગજબઃ 800 વર્ષથી જમીનમાં દફન ખૌફનાક રાજ, બહાર નીકળતા વૈજ્ઞાનિકો પણ દંગ
Share

દુનિયામાં કેટલીક એવી અજીબો ગરીબ ચીજો કે ઘટનાઓ હોય છે, જે લોકો વચ્ચે હંમેશા માટે ચર્ચાનો વિષય બની જાય છે. જ્યારે દુનિયામાં ઘણી એવી જગ્યાઓ પણ છે જ્યાં કેટલાક અનોખા તો કેટલાક વિચિત્ર રહસ્યો છુપાયા છે, પણ આ રહસ્યો વિશે જાણી શકવું દરેક માટે સરળ કામ નથી હોતું. પેરૂમાં વૈજ્ઞાનિકોએ એક એવા જ રહસ્ય પરથી પડદો ઉઠાવ્યો છે, જે સેંકડો વર્ષોથી જમીનની નીચે દફન હતો.

ભૂવૈજ્ઞાનિકોની એક ટીમને પેરૂના કેન્દ્રીય તટ પર લગભગ 800 વર્ષ જૂની એક મમી મળી છે. આ મમી વિશે પુરાતત્વવિદોએ હેરાન કરી દેનારી જાણકારી આપી છે. પુરાતત્વવિદોના જણાવ્યા અનુસાર આ મમી સેંકડો વર્ષોથી જમીનની નીચે એક મકબરામાં દબાયેલું હતું. આ મમીને એટલા અજીબ રીતે દફનાવામાં આવ્યું હતું, જેને જોઈને પુરાતત્વવિદો પણ હેરાન રહી ગયા હતા.

એક્સપર્ટના અનુસાર આજથી લગભગ 800 વર્ષ પહેલા પેરૂના મધ્ય તટ પર એક મૃત વ્યક્તિને મમી બનાવીને દફનાવી દેવામાં આવ્યો હતો. સાથે જ તેના શવને ખાસ પ્રકારના કપડાથી લપેટીને બાંધી દેવામાં આવ્યા હતા. તેના હાથોને તેના મુંખની ઉપર રાખીને દોરડાથી બાંધી દેવામાં આવ્યો હતો. ફક્ત એટલું જ નહીં તેના પગ પણ બાંધી દેવામાં આવ્યા હતા. તેને જોઈને એવું લાગી રહ્યું હતું જેમ તેને બેઠેલી અવસ્થામાં બાંધી દેવામાં આવ્યો હોય.

ખોદકામમાં સામેલ પુરાતત્વવિદ્દ પીટર વૈન ડૈલેન લૂનાએ જણાવ્યું કે, અત્યાર સુધીમાં લિંગની ઓળખ નથી થઈ કે આ મમી કોઈ પુરૂષની છે તે કોઈ સ્ત્રીની, પણ તેની ઉંમર 25થી 30 વર્ષની વચ્ચે રહી હશે. ખોદકામ દરમિયાન પુરાતત્વવિદોને આ મમી સાથે ઘણા પ્રકારના સામાન મળ્યા છે. તેમાં વાસણથી લઈને સડેલી શાકભાજી સુધી સામેલ છે. તદ્દપરાંત મમી સાથે પથ્થરના ઓજારો પણ મળ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે જે મમીને ખાડામાંથી કાઢવામાં આવ્યું છે તે હાઈ ઈન્ડિયન રીઝનનું રહેનારૂં હશે.

ravi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *