અજબ-ગજબઃ જાણો એવા શ્રાપિત ગામ વિશે જ્યાં છોકરીઓ એક ઉમર પછી બની જાય છે છોકરાઓ

 અજબ-ગજબઃ જાણો એવા શ્રાપિત ગામ વિશે જ્યાં છોકરીઓ એક ઉમર પછી બની જાય છે છોકરાઓ

તસ્વીર પ્રતિકાત્મક

Share

છોકરો કે છોકરી એ કુદરતની ભેટ છે. જોકે માનવીએ એટલી પ્રગતિ કરી દીધી છે કે સર્જરી દ્વારા પણ જેન્ડર બદલી શકાય છે. વિશ્વમાં ધણા એવા લોકો છે જેમણે સર્જરી દ્વારા પોતાનું જેન્ડર બદલ્યું છે. જોકે આ ફક્ત સર્જરી દ્વારા જ શક્ય છે. પરંતુ શું તમે જાણો છો કે, ધરતી પર એક એવું ગામ વસેલું છે જ્યાં છોકરીઓ એક ઉંમર પછી છોકરાઓ બની જાય છે તે પણ સર્જરી વિના. આ એકદમ આશ્ચર્યજનક છે પરંતુ હકિકત છે.

મોટા થયા બાદ આ ગામની છોકરીઓનું જેન્ડર આપમેળે બદલાઈ જાય છે. આ પછી અહીંની છોકરીઓ છોકરાઓ બની જાય છે. ત્યારે ચાલો જાણીએ કે આ ગામ કયું છે અને અહીંની છોકરીઓ સાથે આમ કેમ થઈ રહ્યું છે.

આ ગામનું નામ લા સેલિનાસ છે જે ડોમિનિકન રિપબ્લિક દેશમાં છે. આ ગામની ઘણી છોકરીઓ 12 વર્ષની ઉંમરે પહોંચતા જ છોકરાઓમાં ફેરવાઈ જાય છે. છોકરીઓ સાથે આવું કેમ થાય છે તે આજ સુધી વૈજ્ઞાનિકો પણ શોધી શક્યા નથી. પરંતુ છોકરીઓ સાથે થઈ રહેલા આ બદલાવને કારણે લોકો આ ગામને શાપિત ગામ માને છે.

લા સેલિનાસ ગામની છોકરીઓના છોકરા બનવાની વિચિત્ર બીમારીને કારણે અહીંના લોકો ખૂબ જ પરેશાન છે. ઘણા લોકો એવું પણ માને છે કે આ ગામમાં કોઈ અદ્રશ્ય શક્તિ છે. તો કેટલાક વડીલો ગામને શાપિત માને છે. આ ગામમાં આવા બાળકોને ‘ગ્વેદોચે’ કહેવામાં આવે છે.

હવે સ્થિતિ એવી બની છે કે આ ગામના લોકો છોકરીઓના જન્મથી ડરી ગયા છે. એટલું જ નહીં ગામમાં જ્યારે કોઈના ઘરે છોકરીનો જન્મ થાય છે તો તે પરિવારમાં શોકની લાગણી છવાઈ જાય છે. કારણ કે તેમને ડર હોય છે કે તેમની દીકરી મોટી થઈને છોકરો બની જશે. આ રોગને કારણે ગામમાં છોકરીઓની સંખ્યા પણ નોંધપાત્ર રીતે ઘટી રહી છે.

આ ગામ દરિયા કિનારે વસેલું છે અને ગામની વસ્તી 6 હજાર જેટલી છે. વિચિત્ર રહસ્યના કારણે આ ગામ દુનિયાભરના સંશોધકો માટે સંશોધનનો વિષય બની ગયું છે. બીજી તરફ તબીબોનું કહેવું છે કે આ બીમારી ‘જિનેટિક ડિસઓર્ડર’ એટલે કે ‘આનુવંશિક વિકાર’ છે.

આ ગામમાં 90માંથી એક બાળક આ રોગથી પીડાય છે. જે પણ છોકરીઓને આ બીમારી હોય છે એક ઉંમર પછી તેમના શરીરમાં પુરૂષ જેમ અંગો બનવા લાગે છે અને અવાજ પણ ભારે થવા લાગે છે. શરીરમાં એવા ફેરફારો આવવા લાગે છે જે ધીમે ધીમે તેને છોકરીમાંથી છોકરો બનાવે છે.

ravi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *