નારી શક્તિઃ એ મહિલા જેમણે દિકરીઓને અપાવ્યો પૈતૃક સંપત્તિમાં સમાન અધિકાર, જાણો તેમના સંઘર્ષની કહાની

 નારી શક્તિઃ એ મહિલા જેમણે દિકરીઓને અપાવ્યો પૈતૃક સંપત્તિમાં સમાન અધિકાર, જાણો તેમના સંઘર્ષની કહાની
Share

આપણો દેશ પુરૂષ પ્રભુત્વ ધરાવતો દેશ છે. જ્યાં પુત્રોને વંશ, કુટુંબ રેખા અને ઈચ્છાનો માલિક માનવામાં આવે છે. એક સમય હતો જ્યારે પિતાની મિલકત પર માત્ર પુત્રનો જ અધિકાર હતો. પિતાના વ્યવસાય અને સંપત્તિની જવાબદારી પુત્રો પર હતી. પરંતુ આ વિચારસરણી એક મહિલા દ્વારા કાયદાકીય રીતે બદલાઈ ગઈ. એ મહિલા જેણે દિકરીઓને પિતાની મિલકતમાં હકદાર બનાવવા તેમજ પુત્રો સમાન હક્ક અપાવવા માટે 26 વર્ષ લાંબી કાયદાકીય લડાઈ લડી.

એ મહિલાનું નામ છે મેરી રોય. એક દીકરી હોવાના નાતે તેમણે પોતાના હક માટે લડાઈ લડી હતી અને જીત દેશની દરેક દીકરીને મળી. તેમનો તર્ક યોગ્ય હતો, જ્યારે દિકરો અને દિકરી બન્ને પોતાના પિતાના સંતાનો છે. તો પછી અધિકાર માત્ર પુત્રોને જ કેમ? આ પ્રશ્નથી શરૂ થયેલી કાયદાકીય લડાઈ સામે મેરી રોયે સફળતા મેળવી દેશની દરેક દિકરીને પૈતૃક સંપત્તિમાં વારસાનો અધિકાર અપાવ્યો. ત્યારે ચાલો જાણીએ મેરી રોય વિશે.

કોણ છે મેરી રોય ?

તમે અરુંધતી રોયનું નામ તો સાંભળ્યું જ હશે. મેરી રોય એ જ અરુંધતી રોયની માતા છે. હકિકમાં, મેરી રોય કેરળની સીરિયાઈ ખ્રિસ્તી મહિલા હતી. તેમના પિતા પી.વી. આઈઝેક એક કીટ વિજ્ઞાની હતા. જ્યારે મેરી રોયના પિતાનું અવસાન થયું ત્યારે તેમના પિતાએ વસિયતનામું પાછળ છોડ્યું ન હતી.

તે સમયે, ત્રાવણકોર ક્રિશ્ચિયન અધિનિયમ એક્ટ, 1916 મુજબ જો કોઈ પિતા તેની પુત્રીના નામે વસિયતનામું કર્યા વિના મૃત્યુ પામે છે, તો તેની સંપત્તિ પર માત્ર પુત્રોનો અધિકાર હતો. પુત્રી પિતાની કોઈ પણ બાબત પર પોતાનો અધિકાર જમાવી શકતી ન હતી. મેરીએ આ અધિનિયમ સામે અવાજ ઉઠાવ્યો હતો.

પિતાની સંપત્તિમાં હક માટે લડાઈ

મેરી રોયે ત્રાવણકોર ક્રિશ્ચિયન અધિનિયમ એક્ટ, 1916ની બંધારણીય માન્યતાને કોર્ટમાં પડકારવાનું નક્કી કર્યું. આ લડાઈમાં મેરી રોયે સંપત્તિ પર પુત્રીના સમાન અધિકારની વાત કરતી વખતે કલમ 14નો ઉલ્લેખ કર્યો હતો. જોકે, ટ્રાયલ કોર્ટે આ કેસને જ ફગાવી દીધો હતો. આ પછી પણ મેરીએ લડત ચાલુ રાખી અને તેણે કેરળ હાઈકોર્ટમાં અપીલ કરી. કેરળ હાઈકોર્ટે તેમની તરફેણમાં ચુકાદો આપ્યો અને મેરી રોયને તેમના પિતાની અડધી મિલકતનો અધિકાર મળ્યો. સ્વતંત્ર ભારતમાં દિકરીઓના સશક્તિકરણની દિશામાં આ પ્રથમ વિજય હતો.

કેરળ હાઈકોર્ટનો ઐતિહાસિક નિર્ણય

મેરી રોયની તરફેણમાં આવેલો આ નિર્ણય પણ ઐતિહાસિક હતો કારણ કે, સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં પ્રથમવાર કોઈ પરિણીત મહિલાને તેના પિતાની મિલકતમાં સમાન અધિકાર મળ્યો હતો. આ નિર્ણય બાદ ત્રાવણકોર ઉત્તરાધિકારી કાયદામાં ફેરફાર કરવામાં આવ્યો અને સિરિયાઈ ખ્રિસ્તી મહિલાઓને પિતાની સંપત્તિમાં સમાન અધિકાર મળ્યો.

ravi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *