OMG!: ડિઝ્નીની એક સુંદર રાજકુમારી જેવી લાગતી આ મહિલાએ 30 વર્ષોથી નથી કપાવ્યા વાળ, હજારો ડોલરની ઓફર પણ ઠુકરાવી

એલોના ક્રાવચેંકોના વાળની લંબાઈ 6.5 ફુટ છે. તેના વાળ એટલા લાંબા છે કે વાળથી તેનું આખું શરીર ઢંકાઈ જાય છે. એલોનાના વાળ ખુબ જ સુંદર અને સોનેરી છે. તેના વાળને જોઈને તમને લાગશે કે આ ડિઝ્નીની એક સુંદર રાજકુમારી છે.
કોણ છે એલોના ક્રાવચેંકો?
એલોના ક્રાવચેંકો 35 વર્ષની એક બિઝનેસવુમન છે. તે યૂક્રેનની રહેવાસી છે. તેની તસ્વીરો ઈન્ટરનેટ પર અવાર-નવાર ધૂમ મચાવતી રહે છે. એલોના યૂક્રેનના ઓડેસામાં એક આલીશાન જીવન જીવે છે.
આ કારણે નથી કપાવ્યા વાળ
એલોના જણાવે છે કે તેની માતાએ એકવાર તેને કહ્યું હતું કે ક્યારેય પણ મહિલાઓએ વાળ ન કપાવવા જોઈએ અને પોતાના વાળ લાંબા રાખવાનો પ્રયાસ કરવો જોઈએ. જ્યારે તેની માતાએ આ વાત કહી હતી, ત્યારે એલોનાની ઉંમર 5 વર્ષની હતી. ત્યાર બાદથી તે પોતાના વાળની દેખભાળ કરે છે.
આ સખત દિનચર્યાનું કરે છે પાલન
અલોનાના વાળ આમ જ આટલા સુંદર અને લાંબા નથી. તેના માટે તે છેલ્લા ત્રણ દાયકાથી સખત મહેનત કરી રહી છે. પોતાના વાળને લાંબા બનાવી રાખવા માટે તે ઘણી સખત દિનચર્યાનું પાલન કરે છે. એલોનાનું કહેવું છે કે તેના વાળ એકદમ ખરાબ ન થઈ જાય, માટે ક્યારેક-ક્યારેક ટ્રિમિંગ કરે છે. તે સાત દિવસમાં માત્ર એકવાર વાળ ધોવે છે. તેને પોતાના વાળ ધોવામાં 30 મિનિટ લાગે છે. તેને તૂટવાથી બચાવવા માટે તે ક્યારેય પણ ભીના વાળ ઓળાવતી નથી.
હજારો ડૉલર મળવા પર પણ કપાવાનો કર્યો ઈન્કાર
એલોનાએ ખુલાસો કર્યો કે તેને વાળ કાપવા માટે ઘણીવાર તેને હજારો ડૉલરની રજૂઆત કરવામાં આવી ચૂકી છે, પણ તે કોઈ પણ કિંમતે પોતાના વાળ નહીં કપાવે.