નારી શક્તિઃ જાણો વીરતા પુરસ્કાર ‘પરમવીર ચક્ર’, ‘મહાવીર ચક્ર’ની ડિઝાઈન તૈયાર કરનાર સ્વિસ મહિલા વિશે

 નારી શક્તિઃ જાણો વીરતા પુરસ્કાર ‘પરમવીર ચક્ર’, ‘મહાવીર ચક્ર’ની ડિઝાઈન તૈયાર કરનાર સ્વિસ મહિલા વિશે
Share

15 ઓગસ્ટના રોજ ‘પરમવીર ચક્ર’ પુરસ્કાર આપવામાં આવે છે. આ પુરસ્કાર આપવાની શરૂઆત 15 ઓગસ્ટ 1947ના રોજ કરવામાં આવી હતી. પરંતુ આ પુરસ્કાર સ્વરૂપે આપવામાં આવતા મેડલની ડિઝાઈન સ્વિસ મહિલા દ્વારા તૈયાર કરવામાં આવી હતી.

જેમને ભારતીય સંસ્કૃતિ સાથે એટલો પ્રેમ થઈ ગયો કે તેઓ ભારતમાં જ સ્થાઈ થઈ ગયા. એટલું જ નહીં તેમને એક ભારતીય સાથે પ્રેમ થયો અને તેમની સાથે લગ્ન પણ કર્યાં. આ સ્વિસ મહિલાનું નામ છે ઈવા. જેઓ લગ્ન બાદ સાવિત્રીબાઈ ખાનોલકર કહેવાતા હતા.

સ્વિત્ઝર્લેન્ડમાં જન્મેલા અને ઉછરેલા ઈવાના પિતા આન્દ્રે ડી મૈડે હંગ્રીના રહેવાસી હતા અને માતા માર્ટેન હેંટ્ઝેલ રશિયન મહિલા હતા. ઈવાના પિતા યુનિવર્સિટીમાં પ્રેફેસર તરીકે કામ કરતા હતા. તેમની માતા પણ ત્યાં જ ભણાવતા હતા. તેમની માતાના મૃત્યુ પછી તેમનો ઉછેર તેમના પિતાએ કર્યો હતો.

પોતાના પિતાના પુસ્તકાલયમાં સમય વિતાવનાર ઈવાને પુસ્તકોમાં રસ પડ્યો અને અહીંથી તેમને ભારતીય સભ્યતા અને સંસ્કૃતિને લગતા પુસ્તકો વાંચ્યા અને તેમનો ભારત તરફ ઝુકાવ વધ્યો. 1929માં ઈવા વિક્રમ રામજી ખાનોલકરને મળ્યા.

વિક્રમ રામજી ભારતીય આર્મી કેડેટના સભ્ય હતા. તેઓ યુકેની રોયલ મિલિટરી એકેડમીમાં ટ્રેનિંગ માટે હયા હતા. ઈવાને વિક્રમ રામજી સાથે લગ્ન કરવા હતા પરંતુ તેમના પિતા આ માટે રાજી ન હતા. ત્યારે ઈવા 1932માં ભારત આવ્યા અને વિક્રમ રામજી સાથે લગ્ન કર્યા અને ત્યારથી તેઓ સાવિત્રીબાઈ ખાનોલકર બની ગયા.

ઈવાની ભારતીય સંસ્કૃતિ પ્રત્યેની લગન અને ઝનૂનને લીધે તેઓ ટૂંક સમયમાં હિન્દી, મરાઠી અને સંસ્કૃત બોલતા શીખી ગયા. ભારતના પ્રાચીન ઈતિહાસની ઊંડી જાણકારીને કારણે સાવિત્રીબાઈને આ મેડલની ડિઝાઈનનો પ્રસ્તાવ મળ્યો. જેનો તેમણે સ્વીકાર કર્યો અને સાવિત્રીએ ‘મહાવીર ચક્ર’, ‘વીર ચક્ર’ અને ‘અશોક ચક્ર’ની ડિઝાઈન તૈયાર કરી.

ravi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *