નારી શક્તિઃ જાણો ભારતની સૌથી અમીર સેલ્ફ મેડ મહિલા બિઝનેસમેન વિશે

 નારી શક્તિઃ જાણો ભારતની સૌથી અમીર સેલ્ફ મેડ મહિલા બિઝનેસમેન વિશે
Share

ભારતની મહિલાઓ પહેલા કરતા હવે પુરુષ સમોવડી બની ગઈ છે એ પછી કોઈ પણ ક્ષેત્ર હોય ભારતની મહિલાઓ બધે જ ઝંડો લહેરાવી રહી છે. પણ આ કહાની એવી મહિલાની છે કે જે બિઝનેસ અને શેર માર્કેટમાં પોતાનું વર્ચસ્વ બનાવી રહી છે અને સફળ પણ થઈ રહી છે.

ભારતીય મહિલાઓની ક્ષમતાનું આવરણ દેશ-વિદેશમાં ગૂંજી રહ્યું છે. પછી તે ભારતનો ખેલાડી હોય કે અભિનેત્રી. મહિલા ડોકટરો, એન્જીનીયર અને બિઝનેસ વુમન પોતપોતાના ક્ષેત્રમાં દેશને ગૌરવ અપાવી રહી છે. તેમાંથી એક મહિલાનું નામ આજકાલ ખૂબ જ ચર્ચામાં છે, તે છે ફાલ્ગુની નાયર

ફાલ્ગુની નાયર એક બિઝનેસ વુમન છે જેમની કંપની આ દિવસોમાં દેશની સૌથી મોટી કંપનીઓમાંની એક બની ગઈ છે. ફાલ્ગુની નાયર ખુદ દેશની સૌથી અમીર મહિલાઓમાં સામેલ છે. તેણીની સફળતા પણ ખાસ છે કારણ કે ફાલ્ગુની શેલ્ફ મેડ ફીમેલ બિલિયોનેર છે.

ફાલ્ગુનીએ આ પદ કોઈ વારસામાં મળેલી કંપની કે માતા-પિતાના પૈસાના આધારે નથી બનાવ્યું, પરંતુ તેણે પોતાની સફળતાની ગાથા જાતે લખી છે. ફાલ્ગુની નાયરનું નામ આજે બધા જાણે છે. સામાન્ય મહિલાઓ ભલે તેમને ઘરે-ઘરે ઓળખતી ન હોય, પરંતુ તેઓ તેમની કંપની અને ઉત્પાદનોને જાણતા અને ઉપયોગમાં લેતી જ હશે.

તો ચાલે જાણીએ કોણ છે ફાલ્ગુની નાયર અને કેવી રીતે બની તે બિઝનેસ વુમન અને કેવી રીતે બની NYKAA સ્ટોક એક્સચેન્જમાં પ્રવેશ કરનારી ભારતની પ્રથમ મહિલા સંચાલિત કંપની

ફાલ્ગુની નાયર એક ભારતીય ઉદ્યોગપતિ છે અને બ્યુટી સ્ટાર્ટઅપ નાયકાના સ્થાપક છે. ફાલ્ગુની નાયરનો જન્મ 19 ફેબ્રુઆરી 1963ના રોજ મુંબઈ, મહારાષ્ટ્રમાં થયો હતો. ફાલ્ગુની નાયરના પતિનું નામ સંજય નાયર છે. ફાલ્ગુનીની ઉંમર 58 વર્ષ છે. Nykaaના સ્થાપક ફાલ્ગુની નાયરે તેમનું પ્રારંભિક શિક્ષણ ધ ન્યૂ એરા સ્કૂલ, મુંબઈ યુનિવર્સિટી અને પછી IIM અમદાવાદમાંથી પૂર્ણ કર્યું. ફાલ્ગુનીએ B.Com અને પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઈન મેનેજમેન્ટ કર્યું છે. તેમને બે બાળકો છે.

ફાલ્ગુની નાયરે તેમની કારકિર્દી એએફ ફર્ગ્યુસન એન્ડ કંપની સાથે શરૂ કરી. ત્યારબાદ તે લગભગ 18 વર્ષ સુધી કોટક મહિન્દ્રા બેંક સાથે જોડાયેલા હતા. તે સમયે ફાલ્ગુની કોટક મહિન્દ્રા ઈન્વેસ્ટમેન્ટ બેંકના મેનેજિંગ ડિરેક્ટરના પદ પર હતા. આ સિવાય તે કોટક સિક્યોરિટીઝમાં ડિરેક્ટર પણ રહી ચૂક્યા છે. જોકે, બાદમાં તેમણે કોટક મહિન્દ્રા છોડવાનો નિર્ણય કર્યો અને ત્યાંથી જ ફાલ્ગુની નાયરના જીવનનો બીજો અધ્યાય શરૂ થયો.

ફાલ્ગુનીએ વર્ષ 2012માં Nykaaની શરૂઆત કરી હતી. Nykaa બ્યુટી અને પર્સનલ કેર કંપની છે. જ્યારે તેઓએ નાયકા લોન્ચ કરી, જે તે સમયે મહિલાઓ માટે બ્યુટી કેર સંબંધિત ઉત્પાદનોની ખરીદી કરવાનો બીજો કોઈ વિકલ્પ નહોતો. ફાલ્ગુનીએ મહિલાઓની આ જરૂરિયાતને સમજી અને તેને ઓનલાઈન માર્કેટપ્લેસ તરીકે શરૂ કરી. તે પછી તેમણે પોતાની બ્યુટી અને પર્સનલ કેર બ્રાન્ડ બનાવી. તેમની પાસે 35 સ્ટોર છે. એટલું જ નહીં, તેમની નાયકા ફેશન્સમાં એપેરલ્સ, એસેસરીઝ, ફેશન સંબંધિત પ્રોડક્ટ્સ અને 4,000થી વધુ બ્યુટી, પર્સનલ કેર અને ફેશન બ્રાન્ડ્સનો સમાવેશ થાય છે.

ફાલ્ગુની Nykaa ખાતે 1600થી વધુ લોકોની ટીમનું નેતૃત્વ કરે છે. તાજેતરમાં NYKAA કંપની પોતાનો IPO લાવ્યા હતા અને ત્યારબાદ ફર્મના શેરમાં અદભૂત તેજી જોવા મળી હતી. જે પછી ફાલ્ગુની નાયરની નેટવર્થ $6.5 બિલિયનને વટાવી ગઈ હતી અને ફાલ્ગુની નાયર દેશની સૌથી ધનવાન સ્વ-નિર્મિત મહિલા બની છે અને તેમની કંપની Nykaa સ્ટોક એક્સચેન્જમાં પ્રવેશ કરનારી ભારતની પ્રથમ મહિલા સંચાલિત કંપની બની ગઈ છે.

ફાલ્ગુની નાયરને હવે બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સમાં સ્થાન મળ્યું છે. અત્યારસુધી ભારતની માત્ર છ મહિલાને આ સિદ્ધિ મળી છે. બ્લૂમબર્ગે તેમને ભારતની સૌથી અમીર સેલ્ફ મેડ મહિલા બિઝનેસમેન ગણાવ્યા છે. ઈન્વેસ્ટમેન્ટ બેન્કર તરીકેની આકર્ષક કારકિર્દી છોડીને, ફાલ્ગુની નાયરે 2012માં NYKAAની શરૂઆત કરી હતી.

અહેવાલ – રૂચા રાવલ

ravi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *