તમને નહીં થાય વિશ્વાસ: પાતાળમાં વસ્યા છે ભારતના આ ગામ!, જ્યાં ધરતીમાં સમાઈ ગયા હતા માતા સીતા

 તમને નહીં થાય વિશ્વાસ: પાતાળમાં વસ્યા છે ભારતના આ ગામ!, જ્યાં ધરતીમાં સમાઈ ગયા હતા માતા સીતા
Share

વિશ્વમાં ઘણી એવા રહસ્ય છે જેના વિશે વૈજ્ઞાનિકો પણ તેને જાણીને ચકીત છે. ત્યારે ભારતમાં પણ ઘણી એવી જગ્યાઓ છે જેના વિશે જાણીને તમને વિશ્વાસ નહીં થાય. ભારતમાં એવા 12 ગામો છે જે જમીનથી 3 હજાર મીટર નીચે વસેલા છે. પૌરાણિક કથાઓ અનુસાર, આ તે જ સ્થાન છે જ્યાં માતા સીતા પૃથ્વીમાં સમાઈ ગયા હતા.

બીજી બાજુ કેટલાક લોકોનું માનવું છું કે, જ્યારે રાક્ષસ અહિરાવણે ભગવાન શ્રીરામ અને પ્રભુ લક્ષ્મણને ઉઠાવીને પાતાળમાં લઈ ગયો હતો, ત્યારે ભગવાન હનુમાન તેમને બચાવવા અહીંથી જ પાતાળમાં ગયા હતા. અહીં એટલા બધા ઘટાદાર વૃક્ષો છે કે સૂર્યના કિરણો પણ ભાગ્યે જ ત્યાં સુધી પહોંચી શકે છે.

આ ગામોમાં છે ઔષધિઓનો ખજાનો

તમને જણાવી દઈએ કે, આ 12 ગામો જ્યાં વસે છે તેનું નામ પાતાલકોટ છે. પાતાલકોટ મધ્યપ્રદેશના છિંદવાડા જિલ્લામાં આવેલું છે. પાતાલકોટ સાતપુરા પહાડીઓમાં આવેલું છે. પાતાલકોટમાં દવાઓનો ભંડાર છે. અહીં ભૂરિયા જાતિના લોકો વસવાટ કરે છે. અહીંના મોટાભાગના લોકો ઝૂંપડીઓમાં રહે છે.

બાહરી દુનિયા સાથે નથી અહીંના લોકોનો સંપર્ક!

નોંધનીય છે કે, પાતાલકોટના આ 12 ગામમાં રહેતા લોકોનો બહારની દુનિયા સાથે બહુ સંપર્ક નથી. તેઓ મોટાભાગની ખાણી-પીણીની ચીજો તેમના ગામમાં જ ઉગાડી લે છે. એવું કહેવાય છે કે તેઓ ગામની બહાર ખાલી મીઠું ખરીદવા જ આવે છે. અગાઉ આ ગામ બહારની દુનિયાથી સંપૂર્ણપણે કપાયેલું હતું. તાજેતરમાં પાતાલકોટના કેટલાક ગામોને રોડ માર્ગે જોડવાનું કામ પૂર્ણ થયું હતું.

3 હજાર ફુટ નીચે વસ્યુ છે આ ગામ

પાતાલકોટના ગામડાઓમાં દિવસના સમયે તીવ્ર સૂર્યપ્રકાશ હોવા છતાં સાંજ જેવું લાગે છે કારણ કે અહીં સીધો સૂર્યપ્રકાશ નથી આવતો કારણ કે પાતાલકોટના ગામો જમીનની સપાટીથી લગભગ 3 હજાર ફૂટ નીચે આવેલા છે. જો કે, થોડા વર્ષો પહેલા જ લોકો ખીણના ઊંડા ભાગમાંથી બહાર આવીને પહાડીના ઉપરના ભાગમાં સ્થાયી થયા હતા.

તમને એ જાણીને નવાઈ લાગશે કે, જ્યાં એક તરફ કોરોના વાયરસે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે, તો બીજી તરફ પાતાલકોટના લોકોને કોરોના સ્પર્શી પણ શક્યો નથી. અહીં કોરોનાનો એક પણ કેસ જોવા મળ્યો નથી. આ કદાચ એટલા માટે થયું છે કારણ કે અહીં રહેતા લોકો બહારની દુનિયા સાથે ઓછો સંપર્ક ધરાવે છે.

ravi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *