Right to SIT Act: મહિલાઓને મળી ઉભા રહીને કામ કરવામાંથી આઝાદી, જાણો આ કાયદા વિશે

 Right to SIT Act: મહિલાઓને મળી ઉભા રહીને કામ કરવામાંથી આઝાદી, જાણો આ કાયદા વિશે
Share

તમે જાણતા જ હશો કે દેશમાં અનેક દુકાનો અને મોલ આવેલા છે. જેમાં મોટાભાગના કર્મચારીઓને બેસવાનો અધિકાર નથી. કર્મચારીઓને ઉભા રહીને કામ કરવું પડે છે. તે કર્મચારી પછી સ્ત્રી હોય તે પુરૂષ, આ પ્રકારના પ્રતિબંધો દરેક માટે મુશ્કેલ છે. તેમાં પણ ખાસ કરીને આના કારણે મહિલાઓને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

જોકે હવે તમિલનાડુની મહિલાઓને આ મામલે સફળતા મળી છે. તમિલનાડુમાં દુકાનોમાં કામ કરતી મહિલાઓને બેસવાનો અધિકાર મળ્યો છે. અગાઉ માત્ર કેરળમાં જ રિટેલ કર્મચારીઓને બેસવાનો અધિકાર હતો. ત્યારે હવે તમિલનાડુમાં રાઈટ ટુ સીટ એક્ટ લાગુ થયા બાદ મહિલાઓને સૌથી વધુ રાહત મળી છે. ત્યારે ચાલો જાણીએ શું છે આ રાઈટ ટુ સીટ કાયદો? આ કાયદાના અમલથી શું ફાયદો થશે?

શું છે Right to SIT Act

Right to SIT એટલે બેસવાનો અધિકાર. દેશના ઘણા કાર્યક્ષેત્રોમાં ખાસ કરીને દુકાનો અને મોલમાં કામ કરતા કર્મચારીઓને બેસવાનો અધિકાર નથી. કામ દરમિયાન તેઓએ તેમના કામના કલાકો ઉભા રહીને કામ કરવું પડે છે. આવા કર્મચારીઓને બેસવાનો નૈતિક અધિકાર આપવા માટે બે રાજ્યોમાં કાયદો લાગુ કરવામાં આવ્યો છે.

આ કાયદો કેમ આવ્યો ?

હકિકતમાં તમિલનાડુમાં દુકાનોમાં કામ કરતા કર્મચારીઓને બેસવાની સુવિધા મળતી નથી. આવી સ્થિતિમાં કર્મચારીઓને સતત 10થી 12 કલાક ઉભા રહીને કામ કરવું પડે છે. કર્મચારીઓ માટે આ સમય દરમિયાન સતત ઉભા રહેવું શારીરિક અને માનસિક રીતે મુશ્કેલ છે.

આવા નિયમના કારણે મહિલાઓને વધુ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. એટલું જ નહીં, કેટલીક જગ્યાએ તો તેમને ટોયલેટ બ્રેક પણ નથી મળતા. તમિલનાડુના કર્મચારીઓએ આ તમામ સમસ્યાઓ અંગે પોતાનો અવાજ ઉઠાવ્યો. જે બાદ સરકારે આ મામલે મોટો નિર્ણય લીધો.

તમિલનાડુ સરકારે રાજ્યમાં દુકાનોમાં કામ કરતા કર્મચારીઓને બેસવાનો અધિકાર આપતો કાયદો બનાવ્યો હતો અને તેને તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવ્યો. આ કાયદો બન્યા બાદ રાજ્યની મહિલાઓને સૌથી વધુ ફાયદો થયો છે.

મહિલાઓને કઈ હતી સમસ્યા?

તમને જણાવી દઈએ કે, સતત ઉભા રહેવાના કારણે મહિલાઓને સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હતો. પગમાં દુખાવો, કમરનો દુખાવો જેવી સમસ્યાઓ મુળ હતી. સાથે જ પીરિયડ્સ દરમિયાન કલાકો સુધી ઊભા રહેવું પણ ખૂબ મુશ્કેલ બની ગયું હતું.

આ બે રાજ્યોમાં બેસવાનો અધિકાર

તમિલનાડુ સરકાર પહેલાં કેરળ પ્રથમ અને એકમાત્ર રાજ્ય હતું જેણે કર્મચારીઓના તેમના રાજ્યમાં બેસવાના અધિકાર પર કાયદો ઘડ્યો હતો. કેરળમાં વર્ષ 2018માં આ પ્રમાણેનો કાયદો લાગુ કરવામાં આવ્યો હતો. એ સમયે વ્યવસાયે દરજી એવી પી વિજી નામના વ્યક્તિએ કર્મચારીઓના બેસવાના હક માટે આંદોલન કર્યું હતું. તેમનું માનવું હતું કે, દુકાનોમાં આસિસ્ટન્ટ તરીકે કામ કરતા લોકોને ખાસ કરીને મહિલાઓને કામ પર બેસવા દેવી જોઈએ.

ravi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *