જાણવા જેવું: શિયાળામાં ગરમ પાણીથી રોજ નહાતા પહેલા રાખો ખાસ આ ધ્યાન, ત્વચાને થઈ શકે છે આ નુકસાન

 જાણવા જેવું: શિયાળામાં ગરમ પાણીથી રોજ નહાતા પહેલા રાખો ખાસ આ ધ્યાન, ત્વચાને થઈ શકે છે આ નુકસાન

ફાઈલ તસ્વીર

Share

સ્નાન કરવાથી દિવસભરની ભાગદોડ બાદ ન ફક્ત થાક દૂર થાય છે પરંતુ શરીરના ઉપર જામેલી ગંદકી પણ સાફ થઈ જાય છે. નહાતી વખતે કેટલાક લોકો ગરમ પાણીનો ઉપયોગ કરે છે તો કેટલાકનું કહેવું છે કે નહાવા માટે ઠંડુ પાણી જ સારુ લાગે છે. લોકો શરીરને સાફ રાખવા માટે નહાતી વખતે પણ ઘણીબધી ભૂલો કરે છે જેના કારણે ત્વચાને નુકસાન થાય છે. અત્યારે ઠંડીની ઋતુ ચાલી રહી છે તો મોટાભગે લોકો ગરમ પાણીનો જ નહાવા માટે ઉપયોગ કરતા હોય છે.

રૂમાલને સમયે-સમયે ધોતા રહો

નહાવાના રૂમાલને સમયે-સમયે ધોતા રહેવું જોઈએ. રૂમાલને દરરોજ તડકામાં સુકવો અને સપ્તાહમાં ઓછામાં ઓછો એકવાર જરૂર ધોવો. ભીના રૂમાલનો ઉપયોગ ન કરો.

વાળની ત્વચાને ખુબ વધારે રગડવું

ઘણા લોકો વાળને સાફ કરવા માટે પોતાના હાથોની આંગળીઓના નખોનો સહારો લે છે જે બિલ્કુલ ખોટું છે. પોતાના સ્કેલ્પને આ પ્રકારે રગડવાથી વાળને નુકસાન થાય છે અને પરિણામ હેર ડેમેજના રૂપમાં સામે આવે છે.

ખુબ વધારે સમય નહાવું

ગરમ પાણીના સ્નાનથી શરીરનો થાક ઉતરી જાય છે પરંતુ ઘણા લોકો ગરમ પાણીથી કંઈક વધારે સમય સુધી નહાય છે જેથી તેમની ત્વચાની નમી ઓછી થઈ જાય છે. ગરમ પાણીનો વધારે સમય ઉપયોગ કરવાથી વાળની પ્રાકૃતિક તેલ ખતમ થઈ જાય છે. માટે જરૂરી છે કે થોડીકવાર જ ગરમ પાણીથી નહાવું.

યોગ્ય સાબુનો પ્રયોગ

જો તમે એવા સાબુનો પ્રયોગ કરો છો જે તમારી ત્વચાને રૂખી અને બેજાન બનાવશે તો ઝડપથી તેનો પ્રયોગ બંધ કરો. શરીરને સાફ કરવા માટે યોગ્ય બૉડી ક્લિંઝરનો ઉપયોગ કરવો ખુબ જ જરૂરી છે.

મૉશ્ચરાઈઝરનો ઉપયોગ કરો

નહાયા બાદ જ મૉશ્ચરાઈઝરને જરૂર લગાવો. શરીરના મૉશ્ચરાઈઝરને બરકરાર રાખવા માટે જરૂરી છે કે જ્યારે શરીર થોડુ ભીનું હોય તે સમયે લગાવો જેનાથી શરીર મૉશ્ચરાઈઝરને સારી રીતે સોશી શકે.

ravi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *