OMG!: આવી રહી છે ફ્રાન્સના એફિલ ટાવરથી પણ મોટી આકાશી આફત, જાણો પૃથ્વીને કેટલું જોખમ?

 OMG!: આવી રહી છે ફ્રાન્સના એફિલ ટાવરથી પણ મોટી આકાશી આફત, જાણો પૃથ્વીને કેટલું જોખમ?
Share

આકાશમાંથી એક વિશાળકાય આફત ઝડપથી પૃથ્વી તરફ વધી રહી છે. આ આફત છે 4660 Nereus નામનો એસ્ટેરૉઈડ જે ફ્રાન્સના એફિલ ટાવરથી પણ મોટી છે. આ એસ્ટેરૉઈડના આ સપ્તાહના અંતમાં ધરતીની ખુબ જ નજીક પહોંચવાની સંભાવના છે.

અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસાએ પણ આ એસ્ટેરૉઈડને સંભવિત રીતે ખતરનાક ગણાવ્યો છે. NASAનું કહેવું છે કે એસ્ટેરૉઈડના 11 ડિસેમ્બરે પૃથ્વીની કક્ષામાંથી પસાર થવાની સંભાવના છે. જો કે, આ ધરતીના વાયુમંડળમાં પ્રવેશ નહીં કરે.

WIONમાં છપાયેલા સમાચાર પ્રમાણે, NASAએ જણાવ્યું કે 4660 Nereus એસ્ટેરૉઈડનો વ્યાસ 330 મીટરથી વધારે છે. આ એસ્ટેરૉઈડ લગભગ 3.9 મિલિયન કિલોમીટરની દૂરીથી પસાર થશે. તેનાથી આપણી ધરતીને કોઈ તત્કાલ જોખમ નથી. 4660 Nereusનું પૂર્ણ પરિમાણ 18.4 છે. નાસા 22થી ઓછા પરિમાણવાળા એસ્ટેરૉઈડને સંભવિત રીતે ખતરનાકની શ્રેણીમાં રાખે છે.

એસ્ટેરૉઈડ 4660 Nereusને પહેલીવાર 1982માં શોધવામાં આવ્યો હતો. આ એસ્ટેરૉઈડ વિશેષ છે એટલા માટે નહીં કે તે ખતરનાક છે, પણ એટલા માટે કે તે પૃથ્વીની નજીકથી સાપેક્ષ આવૃત્તિ સાથે પસાર થાય છે. સૂર્યની ચારે તરફ તેની 1.82 વર્ષની કક્ષા લગભગ દરેક 10 વર્ષમાં તેને આપણી નજીક લાવે છે.

ravi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *