જાણવા જેવું: હવે ગાયના છાણમાંથી બનશે વીજળી, ઓછા ખર્ચમાં ઝળહળશે ઘર

 જાણવા જેવું: હવે ગાયના છાણમાંથી બનશે વીજળી, ઓછા ખર્ચમાં ઝળહળશે ઘર
Share

ગાયના છાણના ઉપયોગના ફાયદા વિશે તો તમે ઘણું સાંભળ્યું હશે. ગાયના છાણમાંથી બાયોગેસ, ગોબર ગેસ, ખાતર અને દીવા બને છે. હવે તો સરકાર ગાયના છાણમાંથી પેઈન્ટ પણ બનાવી રહી છે. આટલી બધી વિશેષતાઓ બાદ હવે ગાયના છાણને લઈને વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે.

હવે ગાયના છાણમાંથી વીજળી તેયાર થશે. બ્રિટિશ ખેડૂતોએ ગાયના છાણમાંથી વીજળીનો વિકલ્પ તૈયાર કર્યો છે. ખેડૂતોના એક જૂથના જણાવ્યા અનુસાર, તેઓએ ગાયના છાણમાંથી એવો પાવડર તૈયાર કર્યો છે જેમાંથી બેટરી બનાવવામાં આવે છે.

બ્રિટિશ ખેડૂતોએ એક કિલો ગાયના છાણમાંથી એટલી વીજળી તૈયાર કરી છે જેનાથી સતત 5 કલાક સુધી વેક્યૂમ ક્લીનર ચલાવી શકાય છે. આ શોધ બ્રિટનની આર્લા ડેરી દ્વારા કરવામાં આવી છે. ડેરી દ્વારા ગાયના છાણનો પાવડર બનાવીને બેટરી બનાવાય છે.

આ અંગે બેટરી નિષ્ણાંત GP બેટરીએ દાવો કર્યો છે કે એક ગાયના છાણથી 3 ઘરોને આખા વર્ષ દરમિયાન આરામથી વીજળી મળી શકે છે. આ સિવાય એક કિલો ગાયના છાણમાંથી 3.75 કિલોવોટ વીજળી ઉપ્તન્ન કરી શકાય છે.

અર્લા ડેરીમાં મોટાભાગના કામો માટે ગાયના છાણમાંથી બનેલી વીજળીનો ઉપયોગ કરાય છે. સાથે જે તેમાંથી પેદા થતા કચરાનો ઉપયોગ ખાતર તરીકે કરવામાં આવે છે. એક રિપોર્ટ પ્રમાણે આ ડેરીમાં લગભગ 4,60,000 ગાયો રહે છે. જેના છાણને સૂકવીને પાવડર બનાવી તેને ઊર્જામાં પરિવર્તિત કરાય છે. આ તમામ ગાયોના છાણમાંથી 12 લાખ ઘરોને વીજળી પહોંચાડી શકાય છે.

ravi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *