જાણવા જેવું: ઘરમાં નવા સભ્યની થઈ છે એન્ટ્રી, આ રીતે રાશન કાર્ડમાં જોડો નામ

ફાઈલ તસ્વીર
રાશન કાર્ડ એક ખુબ જ જરૂરી દસ્તાવેજ છે જેના આધાર પર રાશનનું વિતરણ કરવામાં આવે છે. આ સિવાય સરકારી યોજનાઓના લાભ માટે પણ રાશન કાર્ડની જરૂર પડે છે. રાશન કાર્ડમાં પરિવારના તમામ સભ્યોના નામ નોંધાયેલા હોય છે. જો પરિવારમાં કોઈ નવા સભ્યની એન્ટ્રી થાય છે જેમ કે નવી પુત્રવધૂ કે બાળક તો તેનું નામ પણ રાશન કાર્ડમાં જોડવા જરૂરી છે. ત્યારે ચાલો જાણીએ રાશન કાર્ડમાં પરિવારના નવા સભ્યોના નામને જોડવાની સમગ્ર પ્રક્રિયા
આ રીતે જોડો નવા સભ્યોનું નામ
- જો લગ્ન બાદ પરિવારમાં કોઈ સભ્ય આવે છે તો પહેલા તેના આધાર કાર્ડને અપડેટ કરો.
- મહિલા સભ્યના આધાર કાર્ડમાં પતિનું નામ લખાવાનું હોય છે.
- બાળકનું નામ જોડવા માટે પિતાનું નામ જરૂરી છે.
- આ સાથે જ એડ્રેસ પણ બદલવું પડે છે.
- આધાર કાર્ડમાં અપડેટ કર્યા બાદ સંશોધિત આધાર કાર્ડની કૉપી સાથે ખાદ્ય વિભાગ અધિકારીને રાશન કાર્ડમાં નામ જોડવાની એપ્લીકેશન આપવાની રહેશે.
બાળકો માટે આ ડોક્યૂમેન્ટ્સ જરૂરી
- જો ઘરમાં બાળકનો જન્મ થાય છે તો પહેલા પેદા થયેલા બાળકનું આધાર કાર્ડ બનાવવું પડશે.
- તેના માટે બાળકના જન્મનું પ્રમાણ પત્રની જરૂર પડશે.
- ત્યારબાદ આધાર કાર્ડની સાથે નામ નોંધાવવા માટે એપ્લીકેશન આપવી પડશે.
ઑનલાઈન કરી શકો છો અરજી
- ઉપર જણાવવામાં આવેલી પ્રક્રિયાને પુરી કર્યા બાદ તમારે તમારી એપ્લિકેશન કાર્યાલયમાં જઈને આપવાની રહેશે.
- તમે ઘરમાં બેઠા પણ નવા સભ્યોનું નામ જોડવાની અરજી આપી શકો છો.
- તેના માટે તમે તમારા રાજ્યની ખાદ્ય આપૂર્તિ વિભાગની સત્તાવાર વેબસાઈટ પર જાઓ
- જો તમારા રાજ્યમાં ઑનલાઈન સભ્યોના નામ જોડવાની સુવિધા થઈ તો તમે ઘરે બેઠા આ કામ કરી શકે છો.