આસ્થા સાથે સુરક્ષાઃ ચાર ધામ રોડ પ્રોજેક્ટને સુપ્રીમ કોર્ટની લીલી ઝંડી, ચીની સીમા સુધી પહોંચવામાં સેનાને પણ રહેશે સરળતા

 આસ્થા સાથે સુરક્ષાઃ ચાર ધામ રોડ પ્રોજેક્ટને સુપ્રીમ કોર્ટની લીલી ઝંડી, ચીની સીમા સુધી પહોંચવામાં સેનાને પણ રહેશે સરળતા
Share

ચારધામ માટે ઓલ વેધર રોડ પ્રોજેક્ટને સુપ્રીમ કોર્ટે લીલીઝંડી આપી દીધી છે. સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં કેન્દ્રના 8 સપ્ટેમ્બર 2020ના આદેશમાં સંશોધનની માગણીને સ્વીકારતા નિર્માણની મંજૂરી આપી છે. જેનાથી ચારધામ પ્રોજેક્ટ હેઠળ ત્રણ વ્યુહાત્મક રાજમાર્ગોને ડબલ લેન કરવાને સુપ્રીમ કોર્ટની લીલી ઝંડી મળી ગઈ છે.

રક્ષા મંત્રાલય તરફથી આ અંગે ભલામણ કરવામાં આવી હતી જેના પર સુપ્રીમ કોર્ટે મહોર લગાવી છે. આ હાઈવે સુરક્ષા ક્ષેત્ર સાથે જોડાયેલા છે. જેનાથી ચીની સરહદ સુધી પહોંચવામાં પણ સેનાને સરળતા રહેશે.

સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે પર્યાવરણના હિતમાં તમામ ઉપચારાત્મક ઉપાય સુનિશ્ચિત કરવા માટે એક કમિટી પણ બનાવી. જેની અધ્યક્ષતા સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસ એસ. કે. સીકરી કરશે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને પ્રોજેક્ટના એક ભાગ તરીકે 10 મીટર પહોળાઈના તમામ રસ્તાના નિર્માણને મંજૂરી આપવામાં આવી છે. કેન્દ્ર સરકારે ભારત ચીન સરહદ તરફ જતા રસ્તાઓને પહોળા કરવાની માગણી કરી હતી.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, હાલના દિવસોમાં સરહદો પર સુરક્ષા માટે ગંભીર પડકારો સામે આવ્યા છે. આ કોર્ટ સશસ્ત્ર દળોની માળખાગત જરૂરિયાતાનો બીજો અંદાજ લગાવી શકે નહીં. કોર્ટ ન્યાયિક સમીક્ષામાં સેનાના સુરક્ષા સંસાધનોને નક્કી કરી શકે નહીં. હાઈવે માટે રસ્તાની પહોળાઈ વધારવામાં રક્ષા મંત્રાલયની કોઈ દુર્ભાવના નથી.

ravi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *