ખેડૂતોના મોતના આંકડા લઈને કેન્દ્ર સરકાર પર ઉઠ્યા સવાલ, કેન્દ્ર સરકારની ખેડૂતો પ્રત્યેની નિયત પર શંકા !

 ખેડૂતોના મોતના આંકડા લઈને કેન્દ્ર સરકાર પર ઉઠ્યા સવાલ, કેન્દ્ર સરકારની ખેડૂતો પ્રત્યેની નિયત પર શંકા !
Share

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ખેડૂત આંદોલનને લઇ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. ખેડૂતો આંદોલન દરમિયાન મૃત્યુ પામેલા ખેડૂતોના પરિવારજનોને વળતર આપવાની માંગ કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે, અમે તે લોકોની યાદી આપીશું, જે આંદોલન દરમિયાન મૃત્યુ પામ્યા. સરકાર તેને વળતર જરૂર આપે. રાહુલે કહ્યું છે કે, કૃષિ કાયદાઓ પર પ્રધાનમંત્રીએ પોતાની ભૂલ માની છે અને માફી પણ માંગી છે. પરંતુ સરકાર કહી રહી છે કે તેમની પાસે ખેડૂતોના મોતનો આંકડો નથી.

રાહુલ ગાંધીએ કેટલા ખેડૂતોના આંદોલનમાં મોત થયા છે, સરકાર પાસે ડેટા નથી. સરકાર પાસે નથી તે અમારી પાસે છે, અમે આપી દઇએ છીએ. રાહુલ ગાંધીએ કહ્યું કે, સંસદમાં સવાલ પૂછવામાં આવ્યો હતો કે શું સરકાર ખેડૂતોને વળતર આપશે? તો કૃષિ મંત્રાલયે કહ્યું કે, સરકારની પાસે આનો કોઈ રેકૉર્ડ નથી એટલા માટે એ સવાલ જ નથી બનતો. અમે આના પર કામ કર્યું. 503 લોકોના નામ તો અમારી પાસ છે, જેમને પંજાબ સરકારને વળતર અને નોકરી આપી છે. જ્યારે કેન્દ્ર સરકાર કહે છે કે, તેમની પાસે કોઈ આંકડો નથી. સરકાર ઇચ્છે તો અમારો આંકડો લઇ શકે છે અને તે પરિવારોની મદદ કરી શકે છે.

રાહુલ ગાંધીએ કહ્યું કે, સરકાર માટે વળતર રકમ કોઈ મોટી રકમ નથી. આ કોરોનાની જેવો જ કેસ છે જેમાં કેટલાક લોકોએ જીવ ગુમાવ્યા. સરકારે ખેડૂતોના પરિવારજનોને વળતર આપવું જોઈએ. સરકારે લોકોની આજીવિકાનું સાધન છીનવ્યું છે.

Umesh Amin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *