પ્રશાંત કિશોરે ‘જન સુરાજ’ અભિયાનની કરી શરૂઆત, પીકેએ પોતાની અલગ પાર્ટી બનાવવાના આપ્યા સંકેત!

 પ્રશાંત કિશોરે ‘જન સુરાજ’ અભિયાનની કરી શરૂઆત, પીકેએ પોતાની અલગ પાર્ટી બનાવવાના આપ્યા સંકેત!
Share

દેશના જાણીતા ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે સોમવારે એક ટ્વિટ કરી ખળભળાટ મચાવી દીધો છે. પ્રશાંત કિશોરે જન સુરાજ અભિયાનનું ઉદ્ધાટન કર્યું છે. તેમણે જણાવ્યું કે, તેની શરૂઆત બિહારથી થશે.

પીકે તરીકે જાણીતા રાજકીય રણનીતિકારે હજી સુધી સ્પષ્ટતા નથી કરી કે તેઓ પોતાનો કોઈ પક્ષ બનાવવા જઈ રહ્યા છે. પ્રશાંત કિશોરે પોતાની પાર્ટી બનાવવાના સંકેત આપ્યા છે. સોમવારે કરેલા ટ્વીટમાં તેમણે જનતાની વચ્ચે જવાની વાત કરી છે.

એવું માનવામાં આવે છે કે પીકે પોતાની પાર્ટી બનાવશે, જેનું નામ ‘જન સૂરજ’ હશે. પીકે બિહારથી શરૂઆત કરવા પટના પહોંચી ગયા છે. તેઓ અહીંથી મોટી જાહેરાતો પણ કરી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પટનાના પોશ વિસ્તારમાં તેની ઓફિસ તૈયાર છે.

પ્રશાંત કિશોરે ટ્વીટ કરીને પોતાના નવા અભિયાનની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે, લોકશાહીમાં અર્થપૂર્ણ સહભાગી બનવાની અને લોકો તરફી નીતિઓને આકાર આપવામાં મદદ કરવાની મારી શોધમાં છેલ્લા 10 વર્ષોમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યા છે.

વધુમાં તેમણે ઉમેર્યું કે, હવે હું એક નવું પૃષ્ઠ ચાલુ કરવા જઈ રહ્યો છું. હવે સમય આવી ગયો છે કે ‘રિયલ માસ્ટર્સ’ (જનતા) પાસે જવાનો એટલે કે લોક મુદ્દાઓ અને ‘જન સુરાજ’ના માર્ગને વધુ સારી રીતે સમજવાનો. શરૂઆત બિહારથી થશે.’

પીકેની ટીમના સૂત્રો પ્રમાણે, આગામી દિવસોમાં બિહારમાં સુશાસનના મુદ્દાઓને કેન્દ્રમાં રાખીને અભિયાન ચલાવવામાં આવશે અને ભવિષ્યમાં નવા રાજકીય દળની ઘોષણાં કરવામાં આવશે. જો પ્રશાંત કિશોર રાજનીતિમાં આવે છે તો તેઓ પોતાની રણનીતિથી એ જ કમાલ કરશે જે અન્ય પાર્ટીઓ માટે કરતા આવ્યા છે.

 

ravi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *