Panjab Election 2022: પટિયાલાથી જ ચૂંટણી લડવાની કેપ્ટન અમરિંદર સિંહની જાહેરાત, સિદ્ધુ માટે થઈને નહીં છોડે પોતાનું મેદાન

 Panjab Election 2022: પટિયાલાથી જ ચૂંટણી લડવાની કેપ્ટન અમરિંદર સિંહની જાહેરાત, સિદ્ધુ માટે થઈને નહીં છોડે પોતાનું મેદાન
Share

પંજાબમાં ચાલી રહેલા સત્તા સંઘર્ષ વચ્ચે કેપ્ટન અમરિંદર સિંહે આગામી વર્ષ એટલે કે 2022માં યોજાનારી ચૂંટણીને લઈ જાહેરાત કરી છે કે તેઓ પટિયાલાથી જ ચૂંટણી લડશે. તેમણે જણાવ્યું કે, હું પટિયાલા સિવાય અન્ય કોઈ જગ્યાએથી ચૂંટણી નહીં લડી શકું.

કેપ્ટન અમરિંદર સિંહે ટ્વિટર પર એક પોસ્ટ શેર કરતા આ મામલે જાહેરાત કરી છે. કેપ્ટન અમરિંદર સિંહે જાહેરાત કરી કે તેમનો પરિવાર 400 વર્ષથી પટિયાલામાં રહે છે અને નવજોત સિંહ સિદ્ધુના કારણે તેઓ પટિયાલા છોડી શકે તેમ નથી.

તમને જણાવી દઈએ કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કૃષિ કાયદાને રદ્દ કરવાની જાહેરાત બાદ અમરિંદર સિંહે જણાવ્યું હતું કે, તેઓ ભાજપ સાથે મળીને કામ કરશે. તેમણએ સ્પષ્ટ કહ્યું હતું કે, પીએમ મોદી દ્વારા પ્રકાશ પર્વના અવસર પર 3 કૃષિ કાયદા રદ્દ કરવા અને ખેડૂતોની માફી માગવાથી મોટું કંઈ ન હોઈ શકે. પીએમ દેશના કલ્યાણ માટે કૃષિ કાયદા લાવ્યા હતા.

કૃષિ કાયદા પાછા ખેંચવાના કેન્દ્ર સરકારના નિર્ણયનો સૌથી વધુ ફાયદો કેપ્ટન અમરિંદર સિંહને મળી શકે છે. કેપ્ટન અમરિંદર સિંહ કૃષિ કાયદા પરત ખેંચવા માટે પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહની સાથે સતત ચર્ચામાં હતા. તેમણે જાહેરમાં જાહેરાત કરી હતી કે જો કેન્દ્ર સરકાર કાયદો પાછો ખેંચી લે તો તેઓ ભાજપ સાથે ગઠબંધન કરીને આગામી વિધાનસભાની ચૂંટણી લડી શકે છે.

ravi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *