રાજકારણઃ 1969માં આજના દિવસે ઈન્દિરા ગાંધીને કોંગ્રેસમાંથી કાઢી મુકાયા હતા, શું હતું કારણ અને કોણ હતા એ નેતાઓ જેમણે ઈન્દિરાને કોંગ્રેસમાંથી બહાર કાઢ્યા?

 રાજકારણઃ 1969માં આજના દિવસે ઈન્દિરા ગાંધીને કોંગ્રેસમાંથી કાઢી મુકાયા હતા, શું હતું કારણ અને કોણ હતા એ નેતાઓ જેમણે ઈન્દિરાને કોંગ્રેસમાંથી બહાર કાઢ્યા?
Share

આઝાદી બાદ દેશની ધુરા અનેક પ્રધાનમંત્રીઓએ સંભાળી પરંતુ તેમાં આર્યન લેડી તરીકે જાણીતા ઈન્દિરા ગાંધીના કાર્યકાળને લઈ ખૂબ ચર્ચાઓ થતી રહે છે. જોકે એક સમયે એવો પણ હતો કે ઈન્દિરા ગાંધીને તેમની જ કોંગ્રેસ પાર્ટીના કેટલાક સિન્ડિકેટ નેતાઓએ પ્રધાનમંત્રી પદ પરથી હટાવી દીધા હતા.

ઈતિહાસમાં આજના જ દિવસે એટલે કે 12 નવેમ્બર 1969ના રોજ કોંગ્રેસની મજબૂત સિન્ડિકેટે તત્કાલિન પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા હતા. ઈન્દિરા ગાંધી પર પાર્ટીની શિસ્તભંગનો આરોપ લગાવવામાં આવ્યો હતો. જેના બદલામાં ઈન્દિરા ગાંધીએ પોતાની ચાલાકીથી ન માત્ર નવી કોંગ્રેસની રચના કરી પરંતુ આવનારા સમયમાં તે જ અસલી કોંગ્રેસ છે તેમ સાબિત પણ કર્યું.

એક વર્ષ પહેલાથી રચાયું હતું કાવતરૂ

આ પરથી કહી શકાય કે ઈન્દિરા ગાંધીએ રાજકીય દેવપેચથી કોંગ્રેસની સિન્ડિકેટને તો તોડી જ નાખી પરંતુ તેમનું પ્રધાનમંત્રી પદ જાળવી રાખીને તેમની સરકાર પણ બચાવી લીધી હતી. હકીકતમાં આ બધો ખેલ એક વર્ષ પહેલા શરૂ થઈ ગયો હતો જ્યારે કોંગ્રેસ સિન્ડિકેટના સભ્યોએ ઈન્દિરા ગાંધીને પ્રધાનમંત્રી પદ પરથી હટાવવાની તૈયારી કરી હતી.

તમને જણાવી દઈએ કે, વર્ષ 1966માં કોંગ્રેસ સિન્ડિકેટ દ્વારા ઈન્દિરા ગાંધીને પ્રધાનમંત્રી બનાવવામાં આવ્યા હતા. પરંતુ તે સમયે ઈન્દિરા ગાંધી ન તો અનુભવી હતા કે ન તો સંસ્થાકીય રીતે મજબૂત. જોકે 1967ની ચૂંટણીમાં ઈન્દિરા ગાંધીને ઘણી રાહત મળી અને તેમણે પોતાની સરકાર પર અમુક હદ સુધી નિયંત્રણ પણ સ્થાપિત કર્યું.

1969માં બદલાવની થઈ શરૂઆત

ઈન્દિરા ગાંધીના કોંગ્રેસમાં વધતા પ્રભાવને લઈ વર્ષ 1968-69 દરમિયાન સિન્ડિકેટના સભ્યોએ ઈન્દિરા ગાંધીને પદભ્રષ્ટ કરવાની યોજના શરૂ કરી. 12 માર્ચ 1969ના રોજ નિજલિંગપ્પાએ તેમની ડાયરીમાં લખ્યું કે, મને નથી લાગતું કે ઈન્દિરા ગાંધી પ્રધાનમંત્રી તરીકે ચાલુ રહેવાને લાયક છે. 25 માર્ચના રોજ તેમણે લખ્યું કે, મોરારજી દેસાઈએ તેમની સાથે પ્રધાનમંત્રીને હટાવવાની જરૂરિયાતો અંગે ચર્ચા કરી હતી.

કોંગ્રેસમાં આંતરિક ટકરાવની સંભાવના ઘણા સમયથી સેવવામાં આવી રહી હતી. જે મે 1969માં તત્કાલિન રાષ્ટ્રપતિ ઝાકિર હુસૈનના મૃત્યુ સાથે અચાનક સમાપ્ત થઈ હતી. સિન્ડિકેટના લોકો પ્રમુખ પદે પોતાના કોઈક વ્યક્તિને બેસાડવા માંગતા હતા. ઈન્દિરા ગાંધીના વિરોધ છતા સિન્ડિકેટના અગ્રણી સભ્ય નીલમ સંજીવ રેડ્ડીને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે નામાંકિત કરવામાં આવ્યા.

ઈન્દિરા ગાંધી ખુલ્લા મેદાનમાં ઉતર્યા

આ બધુ જોતા ઈન્દિરા ગાંધીને લાગ્યું કે તેમણે ખુલ્લા મેદાનમાં ઉતરવું પડશે. તેમણે સૌથી પહેલા મોરારજી દેસાઈ પાસેથી નાણાં મંત્રાલય છીનવી લીધું. ત્યારબાદ 14 મોટી બેંકના રાષ્ટ્રીયકરણની જાહેરાત કરી. આ પછી રાજાઓના પ્રિવીપર્સને બંધ કરવાની જાહેરાત કરી. તેમની આ બન્ને જાહેરાતની જનતામાં સકારાત્મક અસર જોવા મળી અને તેમની લોકપ્રિયતા અચાનક જ સાતમાં આસમાને પહોંચી ગઈ.

આ સમયે ઉપ રાષ્ટ્રપતિ વીવી ગીરી અપક્ષ તરીકે રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે ઉભા રહ્યા. જેમને ડાબેરી, ડીએમકે, અકાલી દળ અને મુસ્લિમ લીગનું સમર્થન હતું. ઈન્દિરા ગાંધી ઈચ્છતી હતી કે વીવી ગીરીને સમર્થન મળવું જોઈએ. પરંતુ તે કેવી રીતે તેઓ સમજી શકતા ન હતા. આની તક કોંગ્રેસ અધ્યક્ષ નિંજલિગપ્પાએ પોતે જ આપી. રેડ્ડીની જીત સુનિશ્ચિત કરવા તેઓ જનસંઘ અને સ્વતંત્ર પાર્ટીના નેતાઓને મળ્યા.

બસ આ તકનો લાભ ઉઠાવી ઈન્દિરા ગાંધીએ સિન્ડિકેટ નેતાઓ પર ખુલ્લેઆમ પ્રહારો કર્યા કે રેડ્ડીની જીત માટે તેઓ સાંપ્રદાયિક અને પ્રતિક્રિયાવાદી લોકો સાથે સાંઠગાંઠ કરીને તેમને સત્તા પરથી હટાવવાનું કાવતરૂ કરી રહ્યા છે. ઈન્દિરા ગાંધીએ સંસદમાં કોંગ્રેસના સભ્યોને અંતરાત્માના અવાજ પર મતદાન કરવા અપીલ કરી અને વીવી ગીરી બહુત ઓછા મતોથી ચૂંટાઈ આવ્યા.

ઈન્દિરા ગાંધીને પાર્ટીમાંથી હાંકી કઢાયા

કોંગ્રેસ સિન્ડિકેટ માટે આ ન માની શકાય અને ન જીરવી શકાય તેવી હાર હતી. જેના કારણે કોંગ્રેસ વિભાજિત દેખાવા લાગી હતી. કોંગ્રેસે સૌ પ્રથમ ઈન્દિરા ગાંધી પર અંગત હિતોને ઉપર રાખવાનો આરોપ લગાવ્યો અને પછી 12 નવેમ્બર 1969ના રોજ તેમને પાર્ટીના શિસ્તભંગનો આરોપસર પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા. તેની સામે ઈન્દિરા ગાંધીએ તાત્કાલિક પ્રતિસ્પર્ધિ કોંગ્રેસ સંઘટન બનાવ્યું. જેનું નામ કોંગ્રેસ (R) એટલે કે Requisitionist હતું. સિન્ડિકકેટનું વર્ચસ્વ ધરાવતી કોંગ્રેસનું નામ કોંગ્રેસ (o) એટલે કે Organization રાખવામાં આવ્યું. તયારે ઈન્દિરા ગાંધીએ રાજકીય ચાલાકીથી કોંગ્રેસ (R)ને અસલી કોંગ્રેસ છે તેમ સાબિત કરી કરી પોતાની સત્તા જાળવી લીધી.

ravi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *