કોઈને પણ રસી લેવા માટે દબાણ ના કરી શકાય, જાહેર સ્થળોએ અવર-જવર પર કોઈ પ્રતિબંધ હોવો જોઈએ નહીંઃ સુપ્રીમકોર્ટ

 કોઈને પણ રસી લેવા માટે દબાણ ના કરી શકાય, જાહેર સ્થળોએ અવર-જવર પર કોઈ પ્રતિબંધ હોવો જોઈએ નહીંઃ સુપ્રીમકોર્ટ
Share

કોરોના સંકટ વચ્ચે સુપ્રીમ કોર્ટે ખુબ જ મહત્વનો નિર્ણય જણાવ્યો છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે કોરોનાની રસી માટે કોઈને પણ મજબૂર કરી શકાય નહીં. નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટમાં કોરોના રસીકરણની જરૂરિયાતને ગેરબંધારણીય જાહેર કરનારી અરજી પર સુનાવણી ચાલુ હતી. આ દરમિયાન સુપ્રીમ કોર્ટની આ ટિપ્પણી કરી હતી.

સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, નીતિ નિર્માણ પર કઈ પણ કહેવું યોગ્ય નથી પરંતુ કોઈને પણ રસી માટે મજબૂર કરી શકાય નહીં. સરકાર જનહિતમાં લોકોને જાગૃત ચોક્કસપણે કરી શકે. કોર્ટે એમ પણ કહ્યું કે સરકાર નીતિ બનાવી શકે છે અને જનતાની ભલાઈ માટે કેટલીક શરતો પણ લાગૂ કરી શકે છે.

સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું કે, સરકાર જનહિતમાં લોકોને જાગૃત કરી શકે, બીમારીની રોકથામ માટે પ્રતિબંધો લગાવી શકે પરંતુ રસી માટે કે કોઈ ખાસ દવા માટે મજબૂર કરી શકે નહીં. કેટલીક રાજ્ય સરકારોએ મહામારી દરમિયાન રસીકરણની જરૂરિયાત અંગે જે પ્રતિબંધો લાગૂ કર્યા હતા તેને હટાવવા જોઈએ.

કોર્ટે પોતાના નિર્ણયમાં કેન્દ્ર સરકારને જનતા અને ડોક્ટરો સાથે વાત કરીને એક રિપોર્ટ પ્રકાશિત કરવા કહ્યું છે. જેમાં રસીની અસર અને આડઅસરનું શોધ સર્વેક્ષણ હોય. કેન્દ્ર સરકારની કોવિડ રસીકરણની નીતિને યોગ્ય ઠેરવતા સ્પષ્ટ કર્યું કે તે વૈજ્ઞાનિક પુરાવાઓ પર આધારિ છે પરંતુ રસી લગાવવી કે ન લગાવવી તે દરેક નાગરિકનો અંગત નિર્ણય છે. કોઈને પણ રસી માટે મજબૂર કરી શકાય નહીં.

રસી નીતિ પર રાજ્યસરકારોને સૂચન આપતા કહ્યું કે રસીની જરૂરિયાતના માધ્યમથી વ્યક્તિઓ પર લગાવેલા પ્રતિબંધોને યોગ્ય ઠેરવી શકાય નહીં. હવે જ્યારે સંક્રમણનો ફેલાવો અને તેની તીવ્રતાની સાથે સંક્રમિત લોકોની સંખ્યા ઓછી છે તો જાહેર સ્થળોએ અવર જવર પર કોઈ પ્રતિબંધ હોવો જોઈએ નહીં.

ravi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *