પંજાબમાં કેજરીવાલે ખેલ્યો મોટો દાવઃ મહિલાઓને લઈ આપ્યું મોટું ચૂંટણી વચન, દર મહિને મળશે આટલા રૂપિયા

 પંજાબમાં કેજરીવાલે ખેલ્યો મોટો દાવઃ મહિલાઓને લઈ આપ્યું મોટું ચૂંટણી વચન, દર મહિને મળશે આટલા રૂપિયા
Share

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પંજાબના મોગામાં એક રેલીને સંબોધિત કરતી વખતે એક મોટું ચૂંટણી વચન આપ્યું છે. કેજરીવાલે જણાવ્યું કે, જો પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો દરેક મહિલાને દર મહિને 1 હજાર રૂપિયા આપવામાં આવશે. પેન્શન સિવાય આ પૈસા આપવામાં આવશે. આ વિશ્વનું સૌથી મોટું મહિલા સશક્તિકરણ અભિયાન હશે. જો એક પરિવારમાં ત્રણ મહિલાઓ હોય તો ત્રણેયને એક-એક હજાર રૂપિયા મળશે.

અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે, મારા વિરોધીઓ કહેશે કે પૈસા ક્યાંથી આવશે? બસ માત્ર પંજાબમાંથી માફિયાઓને ખતમ કરવાના છે. પૈસા આવી જશે. મુખ્યમંત્રી વિમાન ખરીદી લે છે. મેં નથી ખરીદ્યું. મે ટિકિટ ફ્રી કરી દીધી છે. કેજરીવાલ જે કહે છે તે કરે છે. આ ચૂંટણી પંજાબનું ભવિષ્ય બદલી શકે છે.

એકવાર અમને તક આપો- કેજરીવાલ

અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે, આ વખતે પિતાજી કે પતિ કોને વોટ આપવો તે નહીં કહે. તેના બદલે મહિલાઓ નક્કી કરશે કે કોને મત આપવાનો છે. ઘરની તમામ મહિલાઓએ કહેવું જોઈએ કે આ વખતે કેજરીવાલને એક તક આપો અને જુઓ.

પંજાબમાં ફરી રહ્યો છે નકલી કેજરીવાલ!

કેજરીવાલે જણાવ્યું કે, પંજાબમાં એક નકલી કેજરીવાલ ફરી રહ્યો છે. હું જે પણ વાયદો કરૂં છું. બે દિવસ પછી, તે પણ તે જ વાત કહે છે કારણ કે તે નકલી છે. મેં કહ્યું કે વીજળી ફ્રી કરશું તો કહે છે કે વીજળી ફ્રી કરી દીધી. જો એક પણ વ્યક્તિનું બિલ શૂન્ય આવ્યું હોય તો મને કહેજો. આખા દેશમાં માત્ર કેજરીવાલ જ વીજળીનું બિલ શૂન્ય કરી શકે છે.

ravi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *