કાશી વિશ્વનાથ કોરિડોર: 286 વર્ષ બાદ નવા અવતારમાં કાશી વિશ્વનાથ ધામ, જાણો 600 વર્ષ જૂનો ઈતિહાસ

 કાશી વિશ્વનાથ કોરિડોર: 286 વર્ષ બાદ નવા અવતારમાં કાશી વિશ્વનાથ ધામ, જાણો 600 વર્ષ જૂનો ઈતિહાસ
Share

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પોતાના સંસદીય ક્ષેત્રમાં કાશી વિશ્વનાથ ધામ કોરિડોરનું લોકાર્પણ કર્યું. પીએમનો આ ડ્રીમ પ્રોજેક્ટ હતો. લાંબા સમયથી આ પરિયોજના પર કામ ચાલી રહ્યુ હતુ અને લગભગ 32 મહિનામાં બાબાના સંપૂર્ણ પરિસરની કાયાક્લપ કરવામાં આવી. હવે બાબા વિશ્વનાથ મંદિરનો વિસ્તાર ગંગા તટ સુધી છે. કાશીમાં બાબા વિશ્વનાથના દર્શન કરી ગંગા સ્નાન અથવા આચમનની માન્યતા છે.

કાશી વિશ્વનાથ કોરિડોર

લગભગ 5 લાખ સ્કેવર ફીટમાં કાશી વિશ્વનાથ ધામ બનીને સંપૂર્ણ રીતે તૈયાર થયું છે. આ ભવ્ય કોરિડોરમાં નાની મોટી 23 બિલ્ડિંગ અને 27 મંદિર છે. હવે કાશી વિશ્વનાથ જનારા શ્રદ્ધાળુઓને શેરીઓને કે સાંકળા રસ્તા પરથી પસાર નહીં થવું પડે. આ સમગ્ર કોરિડોર લગભગ 50,000 વર્ગ મીટરના એક મોટા પરીસરમાં બનાવવામાં આવ્યું છે.

આ કોરિડોરને 3 ભોગોમાં વહેંચવામાં આવ્યું છે. જેમાં 4 મોટા ગેટ અને પ્રદક્ષિણા પથ પર સંગેમરમરના 22 શિલાલેખ લગાવવામાં આવ્યા છે. જેમાં કાશીના મહત્વનું વર્ણન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત આ કોરિકોડમાં મંદિર ચોક, મુમુક્ષુ ભવન, ત્રણ પ્રવાસી સુવિધા કેન્દ્ર, 4 શોપિંગ કોમ્પેલક્સ, મલ્ટીપરપસ હોલ, સિટી મ્યૂઝિયમ, વારાણસી ગેલેરી જેવા સુખ સુવિધાઓની વ્યવસ્થા કરવામાં આવી છે.

કાશી વિશ્વનાથ ધામ

વારાણસી સ્થિત કાશી વિદ્યાપીઠમાં ઈતિહાસ વિભાગમાં પ્રોફેસર રહી ચૂકેલા ડોક્ટર રાજીવ દ્વિવેદીએ મીડિયાને જણાવ્યું કે વિશ્વનાથ મંદિરનું નિર્માણ રાજા ટોડરમલે કરાવ્યું હતુ. જેમાં ઐતિહાસિક પ્રમાણ છે અને ટોડરલમે આ રીતના અનેક નિર્માણ કરાવ્યા હતા. મનાય છે કે લગભગ 100 વર્ષ બાદ ઔરંગજેબે આ મંદિરને ધ્વસ્થ કરી દીધુ હતુ અને પછી આગળ લગભગ 125 વર્ષ સુધી કોઈ વિશ્વનાથ મંદિર નહોંતુ. એ બાદ 1735માં ઈન્દોરની મહારાણી દેવી અહિલ્યાબાઈએ કાશી વિશ્વનાથ મંદિરનું પુનનિર્માણ કરાવ્યું. હવે 286 વર્ષ બાદ આ મંદિરને નવા અવતારમાં દુનિયોને પ્રસ્તુત કરવામાં આવ્યું છે.

કાશી સૌથી પવિત્ર શહેરોમાંથી એક છે. માન્યતા છે કે ભગવાન વિશ્વનાથ આ બહ્માંડમાં સ્વામીના રુપમાં નિવાસ કરે છે. કાશી વિશ્વનાથ મંદિર ભગવાન શિવના 12 જ્યોતિલિંગમાંથી એક છે. આ મંદિર ગંગા નદીના ઘાટ પર સ્થિત છે. બાબાના દર્શનથી લોકો પાપ મુક્ત થઈ જાય છે અને મોત બાદ મોક્ષ પ્રાપ્તિ થાય છે.

ravi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *