લડાઈ જારી હે..!: ત્રણ કૃષિ કાયદા પરત ખેંચવાનો વાયદા બાદ પણ કિસાન મહાપંચાયતનું આયોજન,પીએમને લખશે ખુલ્લો પત્ર

 લડાઈ જારી હે..!: ત્રણ કૃષિ કાયદા પરત ખેંચવાનો વાયદા બાદ પણ કિસાન મહાપંચાયતનું આયોજન,પીએમને લખશે ખુલ્લો પત્ર
Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણ કૃષિ પરત નિર્ણય કર્યા બાદ પણ હજી ખેડૂતો આંદોલનની જગ્યા છોડીને જવાની વાત માની નથી.ઇતિહાસમાં કદાચ આ પહેલીવાર બન્યું છે કે કોઈ વડાપ્રધાન કોઈ વાયદો કરે અને આંદોલનકારીઓ ન માણે..ખેડૂતો દ્વારા કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી કાયદાઓ સંસદ દ્વારા પરત નહીં લેવાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે..

નવા કૃષિ કાયદા પાછા લેવાની જાહેરાત બાદ દિલ્હીની સિંધુ બોર્ડર પર સંયુક્ત કિસાન મોરચાની બેઠક યોજાઈ હતી. આ બેઠકને હવે 27 નવેમ્બર સુધી ટાળી દેવામાં આવી છે.

ખેડૂત આંદોલનની આગામી દિશા 27 નવેમ્બરે યોજાનારી બેઠકમાં નક્કી થશે. એ પહેલા 22 નવેમ્બરે લખનૌમાં ખેડૂતોની મહાપંચાયત યોજાવાની છે.જે અગાઉથી નક્કી થયેલા કાર્યક્રમ પ્રમાણે જ યોજાશે.

ખેડૂત સંગઠનોએ કહ્યુ છે કે, પીએમ મોદીને એક ખુલ્લો પત્ર લખવામાં આવશે અને તેમાં બીજા મુદ્દાઓને ઉઠાવાશે.આંદોલન પહેલાની જેમ ચાલુ રહેશે.27 નવેમ્બરે હવે આગામી બેઠક યોજવામાં આવશે.ખેડૂતો એમએસપીની સાથે સાથે લખીમપુર હિંસા બદલ કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાના રાજીનામની માંગ કરશે. પરાલી સળગાવવાના કાયદા તેમજ ડીઝલના ભાવ ઓછા કરવા અંગે પણ પીએમને પત્રમાં અપીલ કરવામાં આવશે.

આ બેઠક પહેલા પણ ખેડૂત નેતાઓનુ કહેવુ હતુ કે, તમામ માંગણીઓ પૂરી ના થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. સંસદ સુધી ખેડૂતોની 29 નવેમ્બરે યોજાનારી ટ્રેકટર માર્ચ પણ યથાવત રહેશે તેમજ 26 નવેમ્બરે આંદોલનને એક વર્ષ પુરુ થાય છે.આ દરમિયાન ખેડૂતો દેશવ્યાપી દેખાવો પણ કરશે.

Umesh Amin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *