આર્થિક અસમાનતાઃ ભારતમાં કુલ આવકની 22 ટકા ભાગીદારી દેશના માત્ર 1 ટકા લોકો પાસે

 આર્થિક અસમાનતાઃ ભારતમાં કુલ આવકની 22 ટકા ભાગીદારી દેશના માત્ર 1 ટકા લોકો પાસે
Share

ભારતે દુનિયામાં સૌથી મોટી આર્થિક અસમાનતા ધરાવતા દેશોની યાદીમાં સ્થાન મેળવી લીધુ છે. ભારતમાં વર્ષ 2021માં દેશની કુલ આવકમાંથી 22 ટકા આવક માત્ર 1 ટકા લોકો પાસે ગઈ છે. વિશ્વ આર્થિક અસમાનતા રિપોર્ટ 2022 નામનો રિપોર્ટ લુકાસ ચાંસલ અને વલ્ર્ડ ઈનઈક્યુલેટી લેબ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. આ રિપોર્ટ તૈયાર કરવામાં ફ્રાંસના પ્રસિદ્ધ અર્થશાસ્ત્રી થોમસ પિકેટ્ટી સહિતના અનેક નિષ્ણાંતોની મદદ લેવામાં આવી છે.

રિપોર્ટમાં જણાવવામાં આવ્યુ છે કે ભારત હવે દુનિયામાં સૌથી વધુ આર્થિક અસમાનતા ધરાવતા દેશોની યાદીમાં સામેલ થઈ ગયો છે. રિપોર્ટમાં જણાવાયુ છે કે ભારતમાં લોકોની સરેરાશ રાષ્ટ્રીય આવક 2,04,200 રૂપિયા છે. જ્યારે દેશનાં 50 ટકા લોકોની સરેરાશ આવક તો માત્ર 53,610 રૂપિયા છે. જ્યારે દેશના ટોચના 10 ટકા લોકોની સરેરાશ આવક તેમના કરતા લગભગ 20 ઘણી વધારે એટલે કે 11,66,520 રૂપિયા છે.

રિપોર્ટમાં સ્પષ્ટ જણાવ્યું છે કે ભારત એક એવો આર્થિક અસમાનતાવાળો દેશ છે જ્યાં એક બાજુ એશિયાના ટોચના અમીર લોકો વસવાટ કરે છે. બીજી બાજુ બહુ મોટી વસ્તી ગરીબ રેખાથી નીચે આવે છે. એટલુ જ નહીં ભારતમાં આવકની બાબતમાં લૈગિંક અસમાનતા પણ ખુબ છે. ભારતમાં દેશની કુલ આવકમાં મહિલાઓની ભાગદારી માત્ર 18 ટકા છે. જ્યારે પુરૂષોની ભાગીદારી 82 ટકા છે.

ravi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *