આતંક પર પ્રહારઃ શ્રીનગરના રામબાગમાં સેનાએ 3 આતંકીઓને ઠાર માર્યા, TRF કમાન્ડર મેહરાનનો પણ ખાતમો

 આતંક પર પ્રહારઃ શ્રીનગરના રામબાગમાં સેનાએ 3 આતંકીઓને ઠાર માર્યા, TRF કમાન્ડર મેહરાનનો પણ ખાતમો
Share

જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ. જેમાં ત્રણ આતંકીઓને ઠાર કરવામાં સફળતા મળી છે. કહેવામાં આવી રહ્યું છે કે માર્યા ગયેલા આતંકવાદીઓના મૃતદેહ મળી આવ્યા છે.

આ આતંકીઓમાંથી એકની ઓળખ TRF કમાન્ડર મેહરાન તરીકે થઈ છે. મેહરાન બે શિક્ષકો અને કેટલાક નાગરિકોની હત્યામાં સામેલ હતો. મેહરાનના મોતની પુષ્ટી કશ્મીર ઝોનના આઈજી વિજય કુમારે કરી છે.

શ્રીનગરનો રામબાગ વિસ્તાર બુધવારે બપોરે ગોળીબારથી હચમચી ગયો હતો. આતંકવાદીઓએ વિસ્તારમાં તૈનાત સુરક્ષા દળોની ટીમને નિશાન બનાવીને અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. સૈનિકોએ મોરચો સંભાળતાની સાથે જ સ્થાનિક લોકોને સલામત સ્થળે પહોંચાડવાનું કામ શરૂ કરી દીધું હતું.

વિસ્તાર ગીચ હોવાથી, સૈનિકોએ સંયમ રાખતા જવાબી કાર્યવાહી કરી હતી. જેમાં ત્રણ આતંકીઓ માર્યા ગયા હતા. આ ઓપરેશન પોલીસ, આર્મી અને સીઆરપીએફની સંયુક્ત ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. આ વિસ્તારમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે.

ravi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *