ભારતનું વધુ એક ‘રતન’ વિશ્વમાં ઝળહળ્યું: ફ્રાન્સની દિગ્ગજ કંપની શનૈલના CEO બન્યા મહારાષ્ટ્રના વતની લીના નાયર

 ભારતનું વધુ એક ‘રતન’ વિશ્વમાં ઝળહળ્યું: ફ્રાન્સની દિગ્ગજ કંપની શનૈલના CEO બન્યા મહારાષ્ટ્રના વતની લીના નાયર
Share

વિશ્વની દિગ્ગજ કંપનીઓમાં ભારતીયોનો દબદબો વધી રહ્યો છે. હાલમાં જ ભારતના પરાગ અગ્રવાલને ટ્વિટરની કમાન મળી હતી. જેના પછી સમગ્ર વિશ્વમાં ભારતનું કદ ઊંચું થયું હતું. ત્યારે હવે વધુ એક ભારતીય લીના નાયરને મંગળવારે લંડનમાં ફ્રેન્ચ લક્ઝરી ગ્રુપ શનૈલ દ્વારા તેના નવા વૈશ્વિક ચીફ એક્ઝિક્યુટિવ (CEO) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. લીના હાલમાં યુનિલિવરના ચીફ હ્યુમન રિસોર્સ ઓફિસર (CHRO) છે.

ભારતીય મૂળની લીના નાયરનું કરિયર ગ્લોબલ કન્ઝ્યુમર ગુડ્સ કંપનીમાં લગભગ 30નું છે. લીના નાયરે જમશેદપુર, ઝારખંડમાં ઝેવિયર્સ સ્કૂલ ઓફ મેનેજમેન્ટમાં (1990-92) અભ્યાસ કર્યો અને ત્યાંથી ગોલ્ડ મેડલ જીત્યો. તેમને ઘણા HR ઈન્ટવેશન માટે શ્રેય મળ્યો છે. તેમાંથી એક હતો ‘કરિયર બાય ચોઈસ’. તેમાં એવી મહિલાઓને વર્કફોર્સનો હિસ્સો બનાવવાનો હતો, જેને પોતાની કારકિર્દી ઘણી પાછળ છોડી દીધી છે.

લીના નાયર મહારાષ્ટ્રના કોલ્હાપુરના વતની છે. તેમણે કોલ્હાપુરની હોલી ક્રોસ કોન્વેન્ટ સ્કૂલથી સ્કૂલનો અભ્યાસ પણ કર્યો છે. તેઓ કહે છે કે જ્યારે તેમને જમશેદપુરની ઝેવિયર્સ કોલેજમાંથી ઓફર મળી ત્યારે તેના માટે તેના પરિવારને મનાવવા ખૂબ મુશ્કેલ હતું. તેણે તેના પિતાને સમજાવવા માટે ઘણો સંઘર્ષ કરવો પડ્યો કે તેણે અભ્યાસ માટે જમશેદપુર જવું પડશે, જ્યાં ટ્રેન દ્વારા પહોંચવામાં લગભગ 48 કલાકનો સમય લાગે છે.

ravi

1 Comment

  • Great content! Keep up the good work!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *