VIDEO: કર્ણાટકમાં PWDના જુનિયર એન્જિનિયરને ત્યાં ACBના દરોડા, રૂપિયા સંતાડવાની યુક્તિ જોઈ તમારી આંખો થઈ જશે પહોળી

 VIDEO: કર્ણાટકમાં PWDના જુનિયર એન્જિનિયરને ત્યાં ACBના દરોડા, રૂપિયા સંતાડવાની યુક્તિ જોઈ તમારી આંખો થઈ જશે પહોળી
Share

આવકથી વધુ સંપત્તિના કેસમાં ACBએ કર્ણાટકમાં અનેક જગ્યાએ દરોડા પાડી સપાટો બોલાવ્યો છે. ACBની ટીમો બુધવારે 15 જેટલા અધિકારીઓના લગભગ 60 જેટલા ઠેકાણાઓ પર ત્રાટકી હતી. દરોડાની આ કાર્યવાહીમાં ACBએ મોટી માત્રામાં બેનામી સંપત્તિ જપ્ત કરી છે.

આવી જ એક કાર્યવાહીનો વીડિયો સામે આવ્યો છે. જેમાં કર્ણાટકના એક જુનિયર એન્જિનિયરને ત્યાં ACB દરોડા પાડ્યા હતા. PWDના જુનિયર એન્જિનિયર શાંતા ગૌડાના ત્યાંથી કુલ 54 લાખની રોકડ મળી આવી છે. સૌ લોકોની આંખો ત્યારે પહોળી થઈ ગઈ જ્યારે અહીં ડ્રેનેજ પાઈપમાંથી સંતાડેલા રૂપિયા મળી આવ્યા.

ACBની રેડ દરમિયાન ડ્રેનેજ પાઈપમાંથી રૂપિયા મળી આવ્યા હતા. પાઈપમાંથી રૂપિયા કાઢવા માટે ACBને પ્લમ્બર્સનો સહારો લેવો પડ્યો હતો. ડ્રેનેજ પાઈમાંથી ACBને 13 લાખ રૂપિયા મળી આવ્યા હતા. આ અધિકારીને યુક્તિથી ACB પણ ચોંકી ઉઠી હતી.

ravi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *