અટકળો તેજઃ વિજય રૂપાણી રાજીનામું આપ્યા બાદ પ્રથમ વખત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા, કોઈ મોટી જવાબદારીને લઈ રાજકારણમાં તર્ક-વિતર્ક

 અટકળો તેજઃ વિજય રૂપાણી રાજીનામું આપ્યા બાદ પ્રથમ વખત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા, કોઈ મોટી જવાબદારીને લઈ રાજકારણમાં તર્ક-વિતર્ક
Share

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દિલ્હી ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે આજે શુભેચ્છા મુલાકાત કરી હતી. રૂપાણીએ અચાનક રાજીનામું ધર્યા બાદ નારાજગી અને વિવાદોના અનેક સૂર છેડાયા હતા. જોકે ખુદ રૂપાણીએ કબૂલાત કરી હતી કે તેમણે પાર્ટી પ્રત્યે કોઈ નારાજગી નથી. ત્યારે હવે 84 દિવસ બાદ PM મોદી રૂપાણીને મળતાં મોટી જવાબદારી મળવાની અટકળો તેજ થઈ છે.

વિજય રૂપાણી રાજીનામું આપ્યા બાદ પારિવારિક- સમાજિક જીવનમાં વ્યસ્ત બની ગયા છે. જોકે રૂપાણીને કઈ જવાબદારી અપાશે એના પર સૌકોઈની મીટ મંડાયેલી છે. અગાઉ રૂપાણી કહ્યું હતું મેં મારી જવાબદારીનું કંઈ પૂછ્યું નથી અને પાર્ટીએ કંઈ કહ્યું નથી. જે સોંપશે એ સ્વીકારી લઈશું.

બીજી તરફ રૂપાણીના રાજીનામાં બાદ સૌરાષ્ટ્ર રાજકોટમાં આંતરિક જૂથવાદ સપાટી પર આવી ગયો છે અને રાજકોટમાં બે જૂથ પડી ગયાં છે. ભાજપના આંતરિક વિવાદો મીડિયામાં પણ ગાજી ચૂક્યા છે. ત્યારે મોદી સાથેની રૂપાણીની આ મુલાકાત સૂચક માનવામાં આવી રહી છે.

ravi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *