મારો વિસ્તાર મારુ ગૌરવ: સોનગઢ તાલુકા પંચાયત પ્રમુખ દ્વારા 1.32 કરોડના ગ્રામીણ વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ

 મારો વિસ્તાર મારુ ગૌરવ: સોનગઢ તાલુકા પંચાયત પ્રમુખ દ્વારા 1.32 કરોડના ગ્રામીણ વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ
Share

‘મારો વિસ્તાર મારુ ગૌરવ’ના નારા સાથે કુમકુવા, ચીમકુવા, જામખડી ગાયસાવર, સાદડવેલ, રાણીઅંબા, ભરાડદા અને મેઢસિંગીમાં વિકાસ કાર્યોનું ખાતમૂહુર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

સોનગઢ તાલુકા પંચાયત દ્વારા આયોજિત ગ્રામીણ વિકાસ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ટોકરવા તાલુકા પંચાયત સીટમાં 49 લાખના, ચીમકુવા તાલુકા પંચાયત સીટમાં 48 લાખના, ગોપાલપુરા તાલુકા પંચાયત સીટમાં 35 લાખ એમ કુલ મળી 1.32 કરોડના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

કુમકુવા ગ્રામ પંચાયતથી શરુ કરવામાં આવેલ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમૂહૂર્ત ધારાસભ્ય નિઝર સુનીલ ગામીતના હસ્તે કરવામાં આવ્યું. કુમકુવા ગ્રામ પંચાયતમાં ગટર, રસ્તા, પંચાયત ઘર શેડ સહિતના 30 લાખના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

રાણી અંબા ગ્રામ પંચાયતમાં 10 લાખ, ચીમકુવા ગ્રામ પંચાયતમાં 30 લાખ, ગાયસાવર ગ્રામ પંચાયતમાં 25 લાખ, જામખડી ગ્રામ પંચાયતમાં 12 લાખ, અને ભરાડદા ગ્રામ પંચાયતમાં 5 લાખ રૂપિયા ગ્રામપંચાયતમાં10 લાખ રૂપિયા જેમાં મુખ્યત્વે લાઈટ, ગટર, રસ્તા, જાહેર શૌચાલય જેવા કામોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

આમ આજરોજ 8 ગ્રામ પંચાયતના ખાતમુહૂર્તના કાર્યક્રમો કરી ગ્રામ્યકક્ષાએ લોકોને પ્રાથમિક સુવિધાઓ મળી રહે તે માટે સોનગઢ તાલુકા પંચાયતના પ્રમુખ, તાલુકા પંચાયતના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ તને જિલ્લા પંચાયતના જનપ્રતિનિધિઓએ પ્રશંસનીય કાર્ય કર્યું હતું.

આ પ્રસંગે નિઝરના ધારાસભ્ય સુનિલ ગામીત, સોનગઢ તાલુકા પંચાયતના પ્રમુખ યુસુફ ગામીત, જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્ય બોબીન ગામીત, રેહાનાબેન ગામીત, ન્યાય સમિતિના અધ્યક્ષ બિયાજી ભાઈ ગામીત સાથે તમામ ચૂંટાયેલા તાલુકા પંચાયત સભ્યો, સરપંચો વિશેષ હાજર રહ્યા હતા.

આવનાર સમયમાં સોનગઢ તાલુકા પંચાયતમાં સમાવિષ્ટ ગામો માટે વધુ જનહિતનાં કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવશે તેમ સોનગઢ તાલુકા પંચાયતના પ્રમુખે જણાવ્યું હતું.

ravi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *