સીએમને રજૂઆત: બોટાદ એ.પી.એમ.સી. દ્વારા થતી ખેડૂતોની ઉઘાડી લૂંટ અને વેપારી/એજન્ટોને મળતું ગેરકાયદે પોલીસ સંરક્ષણ મામલે રજૂઆત

 સીએમને રજૂઆત: બોટાદ એ.પી.એમ.સી. દ્વારા થતી ખેડૂતોની ઉઘાડી લૂંટ અને વેપારી/એજન્ટોને મળતું ગેરકાયદે પોલીસ સંરક્ષણ મામલે રજૂઆત
Share

બોટાદ એ.પી.એમ.સી. દ્વારા થતી ખેડૂતોની ઉઘાડી લૂંટ અને વેપારી/એજન્ટોને મળતું ગેરકાયદે પોલીસ સંરક્ષણ મામલે આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી સાગર રબારી દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખીને તપાસની માંગ કરી છે.આ બાબતે આમ આદમી પાર્ટી કિસાન સેલના પ્રદેશ પ્રમુખ રાજુભાઈ કરપડાએ બોટાદ એપીએમસીની રૂબરૂ પણ થોડા દિવસો પહેલા મુલાકાત લીધી હતી. તે સમયે પણ પોલીસ અને સ્થાનિક તંત્ર સાથે ઘર્ષણના દ્રશ્યો સામે આવ્યા હતા.આ મામલે ખેડૂતોનો પણ સારો પ્રતિસાદ મળ્યો છે.

લખેલ પત્રના શબ્દો નીચે મુજબ છે.

1: બોટાદ એ.પી.એમ.સી., જેમાં મોટાભાગના વેપારીઓના પોતાના જીન છે તે માલ ખરીદ્યા પછી ખેડૂતોને એ માલ 5-10-15 કિલોમીટર દૂર આવેલા એમના જીનમાં પહોંચાડવાની ફરજ પાડે છે, એનું કોઈ ભાડું ખેડૂતને ચુકવતા નથી. આ તદ્દન ગેર-કાયદે પ્રવૃત્તિ છે. ખેડૂતની જવાબદારી માલ એ.પી.એમ.સી. સુધી પહોંચાડવાની હોય અને હરાજીમાં વેચાય પછી એ ઉત્પાદન લઇ જવાની જવાબદારી ખરીદનાર વેપારીની હોય.આ ગેર-કાયદે પ્રવૃત્તિ તરત જ બંદ થાય એ માટે તરત જ ઘટતાં પગલાં ભરવા વિનંતી.

2: એ.પી.એમ.સી.માં માલની હરાજીમાં જે ભાવ બોલાય અને વેપારી ખરીદે પછી એ જ ભાવ ખેડૂતને મળવો જોઈએ, આ નિયમ છે.
બોટાદ એ.પી.એમ.સી.માં ખેડૂતોનો કપાસ વેચાયા પછી, એને ખોટી રીતે જીન સુધી પહોંચાડવાની ફરજ પડાય છે અને ખેડૂત મજબૂરીમાં ત્યાં કપાસ ઉતારવા જાય ત્યારે, માલ ખરાબ છે એમ કહીને, ભાવ ઓછો અપાય છે એવી ખેડૂતોની વ્યાપક ફરિયાદ છે. આ ઉઘાડે-છોગ લૂંટ, છેતરપિંડી અને વિશ્વાસઘાત છે. અનેક ખેડૂતો આવી છેતરપિંડીનો ભોગ બન્યા છે. એમને એમના હકની રકમ વેપારીઓ પાસેથી ચૂકવાય એ માટે ઘટતા પગલાં ભરવા સૂચના આપવા વિનંતી છે.

3: ખેડૂતોને અન્યાય ના થાય એ જોવાની જવાબદારી એ.પી.એમ.સી.ના ચૂંટાયેલા હોદ્દેદારોની છે. ખેડૂતોની સંસ્થા અને ખેડૂતોના પ્રતિનિધિઓ કહેવાતા બોટાદ એ.પી.એમ.સી.ના હોદ્દેદારો આ લૂંટમાં વેપારીઓ/એજેન્ટોના પક્ષે છે. આ હોદ્દેદારો સામે યોગ્ય કાનૂની પગલાં ભરવા માટે એ.પી.એમ.સી. બોર્ડને સૂચના આપવા વિનંતી છે.

4: ખેડૂતોની ઉઘાડી લૂંટનીફરિયાદ મળતા, આમ આદમી પાર્ટી-ગુજરાતના કિસાન સંગઠનના પ્રદેશ પ્રમુખ રાજુભાઈ કરપડા તા. 15-11-21ના રોજ ખેડૂતો સાથે બોટાદ એ.પી.એમ.સી.માં ગયા અને રજુઆત કરી ત્યારે એ.પી.એમ.સી.-બોટાદના હોદ્દેદારોએ પોલીસ બોલાવતા ત્યાંના ડી.વાય.એસ.પી. શ્રી નકુમ પોતે દોડી ગયા, શ્રી રાજુભાઈ કરપડાને ડિટેઇન કર્યા અને પાળીયાદ પોલિશ સ્ટેશન લઇ ગયા. એટલે થી જ ના અટકતા, ત્યાં હાજર ખેડૂતોમાં પોતાનો રોબ જમાવવા અને એમના ઓળખીતા વેપારીઓ સામે કોઈ ખેડૂતો અવાજ ના ઉઠાવે તે માટે ધમકીની ભાષા વાપરી, સાદી ભાષામાં સીન-સપાટા કર્યા.
એક પોલીસ અધિકારી તરીકે એમણે ખેડૂતોની વાત સાંભળી, વેપારીઓને સાંભળી, ગુનેગારો સામે વિશ્વસાઘાતાં અને છેતરપિંડીની ફરિયાદ નોંધવી જોઈતી હતી એને બદલે એમણે ખેડૂતોનો અવાજ દબાવવાનું અને વિશ્વાસઘાત અને છેતરપિંડી કરનારા વેપારીઓને અનુકૂળતા કરી આપવાનું કામ કર્યું છે જે તદ્દન ગેર-કાયદે છે. એમની સામે કાયદેસરની તપાસ અને ખાતાકીય પગલાં ભરવા માટે ગૃહ વિભાગને સૂચના આપવા વિનંતી છે.આ બાબતે અમે અલગથી ગૃહ વિભાગને પણ લખીએ છીએ જેની નકલ આ સાથે સામેલ છે.

જો ઉપરોક્ત બાબતે સરકાર જરૂરી પગલાં ભરવામાં નિસ્ફળ જાય, આપના સ્તરેથી કોઈ હુકમો કરવામાં ના આવે તો આગામી દિવસોમાં બોટાદ જિલ્લાના ખેડૂતોની થતી ઉઘાડી લૂંટ અટકાવવા માટે આંદોલનાત્મક કાર્યક્રમો હાથ ધરવાની અમને ફરજ પડશે.

 

Umesh Amin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *