PSI-LRD ભરતીઃ ઉમેદવારો ડિજિટલ કે સ્માર્ટ વોચ સાથે મેદાનમાં નહીં કરી શકે પ્રવેશ, એક સમાન નામ ધરાવતા ઉમેદવારોના ડિલીટ થયેલા ફોર્મ ફરી માન્ય કરાયા

 PSI-LRD ભરતીઃ  ઉમેદવારો ડિજિટલ કે સ્માર્ટ વોચ સાથે મેદાનમાં નહીં કરી શકે પ્રવેશ, એક સમાન નામ ધરાવતા ઉમેદવારોના ડિલીટ થયેલા ફોર્મ ફરી માન્ય કરાયા
Share

ગુજરાતમાં પોલીસ ભરતી માટે શારીરિક કસોટી ચાલી રહી છે. આ પરીક્ષામાં પાસ થવા માટે મહિલા અને પુરુષ બંને ઉમેદવારોને અનુક્રમે 9.30 મિનિટ અને 25 મિનિટના નિર્ધારિત સમયમાં દોડ પૂરી કરવાની હોય છે. જોકે ઘણા ઉમેદવારો આ પરીક્ષામાં સ્માર્ટ વોચ કે ડિજિટલ વોચ પહેરીને જતા હોવાનું સામે આવ્યું છે. જેથી ભરતી બોર્ડ દ્વારા આ પ્રકારની ઘડિયાળ પહેરીને મેદાનમાં જવા પર મનાઈ ફરમાવવામાં આવી છે. જે અંગે હસમુખ પટેલે ટ્વિક કરીને ઉમેદવારોને સૂચના પણ આવી છે.

લોકરક્ષક ભરતી બોર્ડના પ્રમુખ હસમુખ પટેલે ટ્વિટ કરીને જણાવ્યું છે કે, ઉમેદવારો ડિજિટલ કે સ્માર્ટ ઘડિયાળ સાથે મેદાનમાં પ્રવેશી શકશે નહીં. પરંતુ કાંટા વાળી ઘડીયાળનો ઉપયોગ કરી શકશે. આ અંગે ફરી દરેક મેદાનને સૂચના આપવામાં આવેલી છે. એવામાં શારીરિક કસોટી આપવા માટે જઈ રહેલા ઉમેદવારોએ આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. નહીંતર તેઓ મુશ્કેલીમાં મુકાઈ શકે છે.

નોંધનીય છે કે, પોલીસ ભરતીની હાલમાં ચાલી રહેલી પ્રક્રિયામાં ઘણા ઉમેદવારોના એક કરતા વધુ ફોર્મ ભરેલા હોવાથી તેને ડિલીટ કરાયા હતા. જોકે આ વચ્ચે કેટલાક સમાન નામ ધરાવતા ઉમેદવારોના ફોર્મ પણ ડિલીટ થઈ ગયા હતા. આ મામલે ભરતી બોર્ડને ઉમેદવારો તરફથી રજૂઆત મળી હતી, જેના પર ચકાસણી કરીને આવી અરજીને ફરીથી માન્ય કરી છે.

ravi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *