Politics: ખોડલધામ પ્રમુખ નરેશ પટેલે રાજકારણમાં આવવાનાં આપ્યા સંકેત, કહ્યું- સમાજ આદેશ કરશે તો વિચારીશ

 Politics: ખોડલધામ પ્રમુખ નરેશ પટેલે રાજકારણમાં આવવાનાં આપ્યા સંકેત, કહ્યું- સમાજ આદેશ કરશે તો વિચારીશ
Share

પાટીદાર અગ્રણી નરેશ પટેલે રાજનીતિમાં જવાના મોટા સંકેત આપતા ભર શિયાળે ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે, પાટીદાર સમાજના અગ્રણીઓ આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરવાના છે. જો કે, ગાંધીનગર ખાતે યોજાનારી બેઠક પહેલા નરેશ પટેલે આડકતરી રીતે રાજનીતિમાં જવાના સંકેત આપ્યા છે.

આજની પાટીદાર હોદ્દેદારોની બેઠક પહેલા ખોડલધામ નરેશ પટેલે જણાવ્યું કે, મેં મારો પ્રવાસ લેઉવા પટેલ સમાજનું પ્રભુત્વ છે તેવા તાલુકાઓમાં શરૂ કર્યો છે અને સૌરાષ્ટ્રભરના તમામ તાલુકાઓ હવે પુરા થવામાં છે. આગામી 15 તારીખથી મારો પ્રવાસ ગુજરાતભરમાં શરૂ થવાનો છે.

નરેશ પટેલે જણાવ્યું કે, આજે મુખ્યમંત્રી સાથે બેઠક છે. જેમાં પાટીદારના અનેક હોદ્દેદારો આવવાના છે. આજની બેઠકમાં પાટીદાર આંદોલનના મિત્રોને સાથે રાખીને તેમના જે પ્રશ્નો સરકાર સામે મૂકવામાં આવશે. એક સમયે સરકારે અમને વિશ્વાસમાં લઈને જણાવ્યું હતું કે પાટીદાર આંદોલન વખતના કેસ પાછા ખેંચવાના છે અને આંદોલન વખતે ભોગ બનેલા યુવાનોના પરિવારજનોને શું આપવાનું છે તે બાબતે ચર્ચા થનાર છે.

રાજનીતિમાં જોડાવા અંગે ખોડલધામ નરેશન પટેલે જણાવ્યું કે, અત્યારે મેં રાજનીતિમાં જવાનું વિચાર્યું નથી. પરંતુ હા… રાજકારણમાં જવું કે ન જવું એ મારો સમાજ નક્કી કરશે. સમાજનો બહોળો વર્ગ કહેશે તો મારી પાસે કોઈ વિકલ્પ રહેશે નહી અને મારે રાજનીતિમાં જોડાવું પડશે. હવે આગામી સમય નક્કી કરશે મારે આગળ શું કરવાનું છે. સમય આવશે અને સમાજ આદેશ કરશે તો મારે ચોક્ક વિચારવું પડશે.

નરેશ પટેલે વધુમાં ઉમેર્યું કે, ખોડલધામ અત્યાર સુધી બેલેન્સ કરીને વાતચીત કરતી આવી છે. તમે જોતા હશો કે ઘણી બધી સંસ્થા એક તરફી રહીને કામ કરતી રહે છે, પરંતુ ખોડલધામ સંસ્થાએ હંમેશાં ભાજપના નેતા આવે, કોંગ્રેસના નેતા આવે કે આપના નેતા આવે દરેકને સરખી રીતે માન આપ્યું છે.

ravi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *