નર્મદા ડેમના ગેટ પ્રથમવાર ખૂલશે: નર્મદા ડેમ છલકાવાની તૈયારીમાં, આ સીઝનમાં પહેલીવાર ખૂલશે ડેમના દરવાજા

 નર્મદા ડેમના ગેટ પ્રથમવાર ખૂલશે: નર્મદા ડેમ છલકાવાની તૈયારીમાં, આ સીઝનમાં પહેલીવાર ખૂલશે ડેમના દરવાજા
Share

ગુજરાતમાં બે દિવસથી વરસાદી માહોલ છે. આવામાં ગુજરાતના તમામ ડેમ ઓવરફ્લો થયા છે. માત્ર ઓછા વરસાદને કારણે ઉત્તર ગુજરાતનો એક પણ ડેમ ભરાયો નથી. તો બીજી તરફ, આ સીઝનમાં પહેલીવાર નર્મદા ડેમ ખૂલવાનો છે.
નર્મદા બંધના પાંચ દરવાજા આ સીઝનમાં પ્રથમ વખત ખોલવામાં આવશે. ઉપરવાસમાં વરસાદથી નર્મદા ડેમની જળ સપાટી સતત વધી રહી છે. આજે નર્મદા બંધની જળ સપાટી ૧૩૩.૫૧ મીટર પર પહોંચી છે. તો સાથે જ પાણીની આવક ૨,૩૨,૨૦૮ ક્યુસેક અને જાવક ૪૯,૪૮૭ ક્યુસેક છે.

ડેમની મહત્તમ સપાટી ૧૩૮.૬૮ મીટર છે. ડેમ મહત્તમ સપાટીથી માત્ર ૫.૧૭ મીટર દૂર છે. આ કારણે ડેમનું રૂલ લેવલ જાળવવા નર્મદા બંધના ૫ રેડિયલ ગેટ ૧ મીટર જેટલા ખોલી દેવામાં આવશે. નર્મદા નદીમાં તબક્કાવાર ૧૦ હજાર ક્યુસેકથી દોઢ લાખ ક્યુસેક પાણી છોડાશે. નર્મદા નદીના કાંઠા વિસ્તારના વડોદરાના ત્રણ તાલુકા અને ભરૂચના કાંઠા વિસ્તારને સાવધ કરાયા છે.

ગુજરાતના જળાશયોની સ્થિતિ

  • ઉત્તર ગુજરાતના 15 ડેમમાં 31.77 ટકા પાણીનો જથ્થો
  • મધ્ય ગુજરાતના 17 ડેમમાં 50.51 ટકા પાણીનો જથ્થો
  • દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં 74.52 ટકા પાણીનો જથ્થો
  • કચ્છના 20 ડેમમાં 69.98 ટકા પાણીનો જથ્થો
  • સૌરાષ્ટ્રના 141 ડેમમાં 63.27 ટકા પાણીનો જથ્થો
  • સરદાર સરોવર ડેમમાં 80.32 ટકા પાણીનો જથ્થો

ઉત્તર ગુજરાતનો એકપણ ડેમ ભરાયો નથી

એક તરફ મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમા વરસાદ જ વરસાદ છે, ત્યાં ઉત્તર ગુજરાત હજી પણ કોરું છે. અહી હજી પણ મન મૂકીને વરસાદ વરસ્યો નથી. આ કારણે ઉત્તર ગુજરાતનો એકપણ ડેમ ભરાયો નથી.

બીજી તરફ, રાજ્યના 207માંથી 41 ડેમ પાણીથી છલોછલ ભરાયા છે. 68 જળાશયો 90 ટકા વધુ પાણીથી ભરાયા છે. તો 14 જળાશયો 80થી 90 ટકા પાણી, 11 જળાશયો 70થી 80 ટકા પાણી અને 113 જળાશયોમાં 70 ટકાથી ઓછું પાણી છે.

ravi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *