ગુજરાત કોંગ્રેસના સુકાનીઓના નામ નક્કીઃ આજે સાંજે ધારાસભ્ય દળની બેઠકમાં બન્ને નેતાઓના નામની થશે જાહેરાત, પ્રદેશ કોંગ્રેસના મહત્વના પદોમાંથી સૌરાષ્ટ્ર આઉટ

 ગુજરાત કોંગ્રેસના સુકાનીઓના નામ નક્કીઃ આજે સાંજે ધારાસભ્ય દળની બેઠકમાં બન્ને નેતાઓના નામની થશે જાહેરાત, પ્રદેશ કોંગ્રેસના મહત્વના પદોમાંથી સૌરાષ્ટ્ર આઉટ
Share

ગુજરાતમાં કોંગ્રેસમાં પ્રમુખ પદેથી અમિત ચાવડા અને વિરોધ પક્ષના નેતા પદેથી પરેશ ધાનાણીએ રાજીનામાં આપ્યા બાદ કોંગ્રેસ સહિત લોકોના મનમાં એક જ પ્રશ્ન હતો કે કોંગ્રેસનુ સુકાન કોને મળશે તે સવાલ પર આખરે પૂર્ણ વિરામ મુકાઈ ગયું છે. હાઈકમાન્ડે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ પદે ઠાકોર સમાજના આગેવાન અને ઉત્તર ગુજરાતના પ્રતિષ્ઠિત નેતા જગદીશ ઠાકોરના માથે કળશ ઢોળ્યો છે જ્યારે વિરોધ પક્ષના નેતા તરીકે આદિવાસી નેતા સુખરામ રાઠવાની વરણી કરવામાં આવી છે.

ગુજરાત કોંગ્રેસમાં નેતા વિપક્ષ સાથે પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત આજે લગભગ 4 વાગ્યે થશે. બપોરે ગુજરાત કોંગ્રેસની ધારાસભ્ય દળની એક બેઠક મળશે આ બેઠક બાદ બંને નેતાઓના નામની જાહેરાત કરવામાં આવશે. આગામી વિધાનસભાની ચૂંટણીને આ઼ડે હવે એક વર્ષ જેટલો સમય બાકી છે ત્યારે કોંગ્રેસને પ્રદેશમાં બેઠી કરવા નવા પ્રદેશ પ્રમુખ અને વિપક્ષ નેતાને અનેક પડકારોનો સામનો કરવો પડશે.

સૂત્રો તરફથી મળી રહેલી માહિતી પ્રમાણે પ્રદેશ કોંગ્રેસના મહત્વના પદોમાંથી સૌરાષ્ટ્ર બાકાત રખાયું છે. ભાજપ પછી હવે કોંગ્રેસમાં પણ સૌરાષ્ટ્ર મહત્વના પદ પરથી આઉટ થયું છે. જોકે પ્રચાર કમિટીનું સુકાન સૌરાષ્ટ્રને મળે તેવી શક્યતાઓ છે. કાર્યકારીમાં સૌરાષ્ટ્રને સ્થાન અપાય તેવી ડિમાન્ડ આંતરિક સ્તરે ઉઠી છે. બીજી બાજુ ધારાસભ્ય વિરજી ઠુમ્મર આજે મળનારી બેઠકમાં ભાગ ન લઈ શકે તેવી શક્યતાઓ છે. વિરજી ઠુમ્મરે પરિવારમાં લગ્ન પ્રસંગનું કારણ આગળ ધર્યું છે.

ravi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *