કરૂણાંતિકાઃ જન્મના એક જ માસમાં ગુમાવી માતાની છત્રછાયા, માતાના વાળ પકડી રડતા બાળકને જોઈ તમામની આંખો છલકાઈ

 કરૂણાંતિકાઃ જન્મના એક જ માસમાં ગુમાવી માતાની છત્રછાયા, માતાના વાળ પકડી રડતા બાળકને જોઈ તમામની આંખો છલકાઈ
Share

સુરતમાંથી એક એવી ઘટના સામે આવી છે જે સાંભળીને તમારી આંખોમાંથી પણ આંસુ આવી જશે. સચિન હોજીવાળા GIDCમાં એક લાકડાના કારખાના પાછળની ઓરડીમાંથી એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે. આ મહિલાના મૃતદેહ પાસે એના વાળ પકડીને માસૂમ બાળક રડી રહ્યું હતું. આ દ્રશ્ય જોઈને ત્યાં પહોંચેલી પોલીસની આંખોમાં પણ આંસુ આવી ગયા હતા.

મળતી માહિતી પ્રમાણે, માતાના વાળ પકડીને બેઠેલું બાળક ખૂબ જ રડી રહ્યું હતું અને વાળ છોડતું ન હતું. ઘણી પ્રાયસો બાદ આખરે મહિલાના વાળ કાપીને બાળકને અલગ કરી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હતું. મહિલાના મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે.

પોલીસે આ મામલે જણાવ્યું કે, મૃતક મહિલાનો પતિ લાકડાની ફેક્ટરીમાં મજૂરી કામ કરે છે અને પરિવાર સાથે તેઓ અહીં રહેતા હતા. મહિલા છેલ્લા ઘણા સમયથી બિમાર હતી. તેનો પતિ રેલવે સ્ટેશન ટિકિટ લેવા ગયા બાદ પરત ન ફર્યો હોવાનું સ્થાનિકોનું કહેવું છે. પરિવાર યુપી-બનારસનો હોવાનો જાણવા મળ્યું છે. મહિલાના પતિની શોધખોળ ચાલું છે. ત્યારે મૃતક મહિલનાના મોત અંગેના ચોક્કસ કારણની દિશામાં તપાસ હાથ ધરાશે.

જ્યારે માસૂમ બાળકને હોસ્પિટલ લઈ જવાયું ત્યારે તે ખૂબ જ રડી રહ્યું હતું. બાળકની માતાના નિધનના સમાચાર સાંભળી સિવિલ હોસ્પિટલનો સ્ટાફ ભાવુક થયો હતો. સિવિલ હોસ્પિટલના સફાઈકર્મીથી લઈ નર્સ સુધી તમામ કર્મચારીઓ આ બળકની હાલમાં દેખરેખ રાખી રહ્યા છે.

જન્મના એક જ મહિનામાં બાળકે માતાની છત્રછાયા ગુમાવી દીધી છે. હોસ્પિટલનો સ્ટાફ બાળકને માતાની જેમ હુંફ આપી રહ્યો છે. પરંતુ મા તે મા… જોકે બાળકને માતા સમાન હૂંફ આપનાર સિવિલ હોસ્પિટલના કર્મચારીઓની સેવાને સો સલામ છે.

ravi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *