AAPના વધતા પ્રાવથી ભાજપ બદલી શકે સ્ટ્રેટેજી!: કેજરીવાલની ‘ગેરન્ટીઓ’ ભાજપ માટે ગુગલી બની, મુદ્દાઓનું તાત્કાલિક નિવારણ લાવી રાજકારણ અટકાવવા પ્રયાસ, ટિકિટ પોલિસીના નિયમો મુકાઈ શકે છે નેવે!

 AAPના વધતા પ્રાવથી ભાજપ બદલી શકે સ્ટ્રેટેજી!: કેજરીવાલની ‘ગેરન્ટીઓ’ ભાજપ માટે ગુગલી બની, મુદ્દાઓનું તાત્કાલિક નિવારણ લાવી રાજકારણ અટકાવવા પ્રયાસ, ટિકિટ પોલિસીના નિયમો મુકાઈ શકે છે નેવે!
Share

ગુજરાતમાં ચાલુ વર્ષના અંત સુધીમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. તમામ પક્ષો જીત માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. જોકે આ વખતે ચૂંટણીમાં કોંગ્રેસ કરતા આપ વધુ મજબૂત પ્રચાર કરી રહ્યું છે. આપના નેતાઓ વિવિધ મુદ્દાઓ ઉઠાવી શાસકોને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યા છે. જેને પગલે શાસક પક્ષ બેકફૂટ પર જણાઈ રહ્યો છે. આમ આદમી પાર્ટી જે મુદ્દાઓ ઉઠાવે છે તે મુદ્દાઓનું તાત્કાલિક સમાધાન સરકાર લાવી દે છે. આ પરથી રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે કે ગુજરાતની ચૂંટણીમાં આ વખતે સમીકરણો બદલાઈ રહ્યા છે.

આમ આદમી પાર્ટી દ્વારા વીજ બિલ માફ, વેપારીઓને ભયમુક્ત વાતાવરણ, બેરોજગારોને રોજગારી સાથે રોજગારી ભથ્થુ, મહિલાઓની સ્ત્રી સન્માન રાશિ જેવી અનેક જાહેરાતો કરવામાં આવી છે. જેનો પુરતો પ્રભાવ ગુજરાતીઓ પર જોવા મળી રહ્યો છે. આ એ પરથી કહી શકાય કે આપના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ ગુજરાત આવે છે ત્યારે ભાજપ અને કોંગ્રેસે ધાર્યા કરતા આપના કાર્યક્રમમાં જનમેદની ઉમટી પડે છે અને લોકો આપને પ્રતિસાદ આપી રહ્યા છે.

ત્યારે ગુજરાતમાં આપના વધતા વર્ચસ્વ સામે ભાજપ ભીંસમાં મુકાયું હોય તેવું ચિત્ર જોવા મળી રહ્યું છે. જેના પરથી રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે કે, ભાજપે હવે પોતાની પોલિસી અને નિયમો નેવે મૂકવા પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. ભાજપ પોતાની ટિકિટ પોલિસીમાં વય મર્યાદા અને નો રિપીટ થિયરીના નિયમોને નેવે મુકી શકે છે. ગત ચૂંટણીમાં જ્યાં ભાજપ પાતળી બહુમતીથી જીત્યું છે ત્યાં પોતાની બેઠકો જીતવા હવે ભાજપે પોતાના નિયમો નેવે મૂકી મજબૂત ઉમેદવારને ટિકિટ આપવી પડશે તેવું રાજકીય વિશ્લેષકો કહી રહ્યા છે.

ravi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *