નમામી દેવી નર્મદે…: હવેથી તમે પણ ગુજરાતની ગંગા પાવન સલીલા ‘માં નર્મદા’ની આરતી ઉતારી શકશો, જાણો ક્યાં કરવું પડશે બુકિંગ અને કેટલો ચૂકવવો પડશે ચાર્જ

 નમામી દેવી નર્મદે…: હવેથી તમે પણ ગુજરાતની ગંગા પાવન સલીલા  ‘માં નર્મદા’ની આરતી ઉતારી શકશો, જાણો ક્યાં કરવું પડશે બુકિંગ અને કેટલો ચૂકવવો પડશે ચાર્જ

ફાઈલ તસ્વીર

Share

ગુજરાતમાં નર્મદા નદીને ‘માં’ તરીકે પૂજવામાં આવે છે. નમામી દેવી નર્મદે…એક નદી જે વર્ષોથી એક જીવન શૈલીને જીવાડે છે. જે ઘણા લોકોની આધાર માતા છે. સેંકડો લોકોની તરસ છીપાવતી પાવન સલીલા માં નર્મદાની આરતી ઉતારવી એ દરેક ગુજરાતની એક આશ હોઈ શકે છે. ત્યારે હવે તમે પણ માં નર્મદાની આરતી ઉતારી શકો છો.

નર્મદા નદી પર આવેલા ગોરા ઘાટ પર હવેથી રોજ નર્મદા આરતી થશે તેવો નિર્ણય તંત્ર દ્વારા લેવામાં આવ્યો છે. જોકે હજી તેનું વિધિવત લોકાર્પણ બાકી છે. પરંતુ તંત્ર દ્વારા ઘાટ પર રોજ 51 દિવાની 7 આરતી કરવામાં આવી રહી છે. હાલ આ આરતી બ્રાહ્મણો દ્વારા કરવામાં આવી રહ્યા છે.

ત્યારે શૂલપાણેશ્વર ટ્રસ્ટ અને SOU સત્તામંડળના સંયુક્ત નિર્ણયથી હવે આ નર્મદા આરતીનો લાભ ભક્તો-પ્રવાસીઓ માણી શકે એટલે રોજના 7 જેટલા ભક્તોને યજમાન પદ અપાવાનું નક્કી કરવામાં આવ્યું છે. ભક્તો યજમાન પદ મેળવી આરતી જાતે નહીં કરી શકે પરંતુ પોતે સંકલ્પ લઈ બ્રાહ્મણો દ્વારા આ આરતી કરાવી શકશે.

આરતી કરવા માટેનો ચાર્જ

નર્મદા મૈયાની એક આરતી કરવા માટેનો ચાર્જ હાલમાં 2500 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે અને આ રકમનો ખર્ચ શૂલપાણેશ્વર મંદિર અને ઘાટના મેન્ટેનન્સમાં થશે. રોજના 7 યજમાનો દ્વારા કરવામાં આવતી આરતીના કારણે 17 હજાર 500ની આવક થશે જે મંદિર અને ઘાટના મેન્ટેનન્સમાં વપરાશે.

નોંધનીય છે કે, નર્મદા મૈયાની આ મહા આરતીના ચાર્જ હાલ SOU ટિકિટની વેબસાઈટ પર મુકવામાં આવ્યા છે અને પ્રવાસીઓ ટિકિટ કરાવે તે સાથે તેમની ઈચ્છા પ્રમાણે ‘માં રેવા’ની પણ મહા આરતી કરી શકે છે. આ સિવાય જેમણે ભગવાન શૂલપાણેશ્વર મહાદેવ રુદ્રાભિષેક, નર્મદાભિષેક, પૂજા કરવી હોય અથવા ઘ્વાજારોહન, સંકલ્પ પૂજા કરવી હોય તો તેનો પણ ચાર્જ આગામી દિવસોમાં નક્કી કરી વેબસાઈડ પર મુકવામાં આવશે.

ravi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *