વન સંરક્ષણ અધિનિયમ 1980: વન સરક્ષણ અધિનિયમ 1980માં પ્રસ્તાવિત શંસોધનો માટે સૂચનો માતૃભાષામાં રજુ કરવા રજૂઆત

 વન સંરક્ષણ અધિનિયમ 1980: વન સરક્ષણ અધિનિયમ 1980માં પ્રસ્તાવિત શંસોધનો માટે સૂચનો માતૃભાષામાં રજુ કરવા રજૂઆત
Share

વન સરક્ષણ અધિનિયમ 1980માં પ્રસ્તાવિત સંશોધનોના વિરોધમાં માંડવી નાયબ કલેકટર અને તાપી જિલ્લા કલેકટર મારફત વન પર્યાવરણ અને જળ વાયુ પરિવર્તન મંત્રાલય કેન્દ્ર સરકારને આવેદનપત્ર આપવામાં આવ્યું. આવેદનમાં જાણવામાં આવ્યું કે 2ઓક્ટોબરના રોજ વન પર્યાવરણ અને જળ વાયુ પરિવર્તન મંત્રાલય કેન્દ્ર સરકાર દ્વારા સાર્વજનિક સૂચના જારી કરવામાં આવી વન સરક્ષણ અધિનિયમ 1980માં પ્રસ્તાવિત શંસોધનો માટે સૂચનો અને સુજાવો માંગતી સૂચના અંગ્રેજી ભાષામાં આપવામાં આવેલ હતી. જે કરોડો જંગલ આધારિત આદિવાસી સમુદાયો સાથે મજાક છે. જેમની પાસે ઈન્ટરનેટ,મોબાઈલ ફોન અને અન્ય સૂચના માધ્યમોનો અભાવ છે કરોડો આદિવાસીઓ તથા અન્ય વન અને વન્યજીવન પર્યાવરણ સરક્ષણનુ ભવિષ્ય નક્કી કરતા કાયદા પર સૂચન અને સૂજાવો માટે માત્ર 15દિન આપ્યા હતા ત્યાર બાદ વિરોધ થતાં આ દિવસો 17નવેમ્બર સુધી કરવામાં આવ્યા હતા.

આ સંશોધનો મૂડીવાદી વ્યવસાયિક કંપનીઓને જંગલોને આસાનીથી હળપવાનો રસ્તો સાફ કરી આપતા લાગી રહ્યા છે અને પ્રસ્તાવિત સંશોધનોમાં ગ્રામસભાની સહમતી સામેલ કરવામાં આવી નથી. 1988ની રાષ્ટ્રીય વન નીતિનું છડેચોક ઉલ્લંઘન કરે છે માટે વન અધિકાર અધિનિયમ 2006 અને પેસા અધિનિયમ 1996ને ઉલ્લંઘન કરતા પ્રસ્તાવિત શંસોધનો રદ કરવામાં આવે અને સુજાવ અને સૂચનો માટેનો સમય 3મહિના કરવામાં આવે તથા સૂચનો માટે જાહેર કરવામાં આવેલ ડ્રાફ્ટ ગુજરાતી ભાષામાં આપ્યા બાદ સ્થાનિક જનતા ખાસ કરીને વન અધિકાર સમિતિઓ અને ગ્રામ સભાના સૂચનો અને સુજાવ માટે આમંત્રિત કરવામાં આવે તથા જંગલ થી સંબધિત કાયદાના સંશોધનો પર સંપૂર્ણ ભાગીદારી સાથે જંગલ સાથે અભિન્ન રીતે જોડાયેલા આદિવાસી સમુદાયો,પર્યાવરણવિદો ની સમિતિઓ બનાવી કાયદાકીય પરામર્શ કરી વ્યાપક લોક પ્રચાર થવો જરૂરી છે અને વન સરક્ષણ અધિનિયમ1980 ના પાલન કરવામાં વન–અધિકારકાયદો 2006ના પ્રાવધાનો ને સુનિશ્ચિત કરવામાં આવે ગ્રામસભાની ભૂમિકા મજબૂત કરવામાં આવે જેવી માંગણીઓ સાથે આવેદનપત્ર આપવામાં આપ્યું હતું

Umesh Amin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *