કોંગ્રેસનું બેવડું વલણ: શક્તિસિંહ ગોહિલે કેવડિયા ખાતે રજવાડાનું મ્યુઝિયમ બનાવવાની કરી માંગ,આ જ પ્રોજેક્ટમાં આદિવાસી કોંગ્રેસી ધારાસભ્યો કરી ચુક્યા છે આંદોલન

 કોંગ્રેસનું બેવડું વલણ: શક્તિસિંહ ગોહિલે કેવડિયા ખાતે રજવાડાનું મ્યુઝિયમ બનાવવાની કરી માંગ,આ જ પ્રોજેક્ટમાં આદિવાસી કોંગ્રેસી ધારાસભ્યો કરી ચુક્યા છે આંદોલન
Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રિમ પ્રોજેક્ટ સ્ટેચ્યુ ઓફ યુનિટી આજે ટુરિઝ્મનું પર્યાય બની ગયું છે.અનેક નવી નવી આકર્ષણની વસ્તુઓ ત્યાં બનાવવામાં આવી રહી છે.ત્યારે કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલ દ્વારા વધુ એક માંગણી કરવામાં આવી છે.શક્તિસિંહ ગોહિલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખીને કેવડિયા ખાતે જેઓએ પોતાના રજવાડાઓ રાષ્ટ્રહિત માટે સમર્પિત કર્યા છે તેવા રાજવીઓ / બધા જ રજવાડાઓના ઈતિહાસને કંડારતુ ભવ્ય મ્યુઝિયમ અને સ્મારક બનાવવામાં આવે તેવી માંગ કરી છે.

પર્યટનની સાથે વિરોધનું પર્યાય પણ બની ગયું છે સ્ટેચ્યુ ઓફ યુનિટી !

જ્યારથી સરદાર પટેલનું સ્ટેચ્યુ કેવડિયા ખાતે બનાવવામાં આવ્યું છે ત્યારેથી આદિવાસી સમાજ દ્વારા તેનો મોટા પાયે વિરોધ કરવામાં આવી રહ્યો છે.સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર સરોવર ડેમને કારણે લાખો આદિવાસીઓને વિસ્થાપિત થવું પડ્યું હતું અને આ વિસ્થાપને એક મોટા આંદોલનને જન્મ આપ્યો હતો.આ આંદોલન હજી પણ ચાલુ જ છે.અવારનવાર કેવડિયા અને આસપાસના ગામડાઓમાં જમીનના હકને લઈને તંત્ર અને સ્થાનિક લોકો વચ્ચે ઘર્ષણ થયું હોય તેવી ઘટનાઓ સામે આવે છે.
કોંગ્રેસની નીતિમાં બેવડું વલણ !

કોંગ્રેસના દિગ્ગજ નેતા દ્વારા કેવડિયા ખાતે રજવાડાઓનું મ્યુઝિયમ બનાવવાની માંગ તો કરી છે પણ બીજી તરફ કોંગ્રેસના વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ દ્વારા ઘણા લાંબા સમયથી આ સમગ્ર પ્રોજેક્ટનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.લગભગ વર્ષ પહેલા જયારે પોલીસ અને સ્થાનિક લોકો વચ્ચે ઘર્ષણ થવા પામ્યું હતું ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ દ્વારા જ ‘ચાલો કેવડિયા’ નો કોલ આપવામાં આવ્યો હતો અને આંદોલન ચાલુ રાખ્યું હતું.બીજી તરફ શક્તિસિંહ ગોહિલે મ્યુઝિયમની માંગ કરી છે ત્યારે સવાલ એ ઉભો થાય છે કે આખરે કોંગ્રેસ આ સમગ્ર પ્રોજેક્ટના વિરોધમાં છે કે સમર્થનમાં ? થોડા મહિનાઓ પહેલા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા દ્વારા પણ આ માંગણી કરવામાં આવી હતી.

Umesh Amin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *