સંખેડા વિધાનસભા સીટ પર ઝીરો પરફોર્મન્સ ધારાસભ્યને ટિકિટ મળતા ભાજપના કાર્યકર્તાઓમાં નારાજગી

 સંખેડા વિધાનસભા સીટ પર ઝીરો પરફોર્મન્સ ધારાસભ્યને ટિકિટ મળતા ભાજપના કાર્યકર્તાઓમાં નારાજગી
Share

ગુજરાતમાં આવનારી વિધાનસભા ચૂંટણીને લઈને તારીખો જાહેર થયા બાદ દરેક રાજકીય પાર્ટીઓ હાલ પોતાના ઉમેદવારોની જાહેરાત કરી રહ્યા છે. આદિવાસી વિસ્તારમાં અને ખાસ કરીને છોટાઉદેપુર જિલ્લામાં જ્યાં ગત વિધાનસભાની ચટણી દરમિયાન ત્રણ બેઠકોમાંથી ભાજપને ફાળે ફકત એક જ બેઠક આવી હતી તે જિલ્લામાં આ વખતે ભાજપ ત્રણેય બેઠકો પોતાના કબ્જે કરવા કમર કસી છે. જો કે ઉમેદવારોના નામની જાહેરાત બાદ ભાજપના ગણિત ઊંધા પડે તેવી હાલ સ્થિતિ નજર આવી રહી છે.

સંખેડાની બેઠક પર ઝીરો પરફોર્મન્સ ધારાસભ્યને રિપિટ કરતા કાર્યકરોમાં નિરાશા
સંખેડા વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે ભાજપે ફરી તેના જૂના ધારાસભ્ય અભેસિંહ તડવી રિપિટ કર્યા છે. જેને લઈને ભાજપના જ યુવા કાર્યકરોમાં ઉત્સાહ નથી જોવા મળી રહ્યો. ખાસ કરીને નસવાડી તાલુકા ભાજપના અંદરખાને ભારે નારાજગી હોય તેવી માહિતી સામે આવી છે. સમગ્ર વિધાનસભાના સંગઠનમાં લોકોએ અભેસિહના નામની જાહેરાત થાય બાદ શુભેચ્છાઓ આપવા માટે પણ ફોન નથી કર્યા તેવી પણ માહિતી સામે આવી છે. કોંગ્રેસના ધીરુભાઈ ભીલ સામે અભેસિંહ તડવી જાતિગત સમીકરણોમાં પણ પાછળ છે. વિધાનસભામાં તડવી સમુદાયની વસ્તી કરતા ભીલ સમુદાયની વસ્તી વધુ છે. બીજી તરફ ભાજપે નસવાડી તાલુકામાંથી કોઈને લાંબા સમયથી ટિકિટ નથી આપી. જેથી નસવાડી તાલુકા ભાજપની માંગ હતી કે ઉમેદવાર નસવાડી તાલુકામાંથી જાહેર કરવામાં આવે. જો કે ભાજપે પોતાના ચાલુ ધારાસભ્યને રિપિટ કરતા ક્યાંક ખુશી તો ક્યાંક ગમનો માહોલ જોવા મળે છે.

ત્રીજા પક્ષની એન્ટ્રી ભાજપને કરશે નુકસાન?
સંખેડા વિધાનસભા બેઠક પરથી આ વખતે આમ આદમી પાર્ટીએ એડવોકેટ રંજન તડવી ટિકિટ આપી છે.  રંજન ભાઈ તડવી સમુદાયમાંથી આવે છે તેથી તડવી સમાજના મતદારોમાં ભાગલા પડી શકે તેમ છે. ગત વિધાનસભાની ચૂંટણી દરમિયાન રંજન તડવી ઉમેદવારી નોંધાવીને ફોર્મ પરત ખેંચી લીધું હતું. ( સૂત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર રંજન તડવીને તત્કાલીન ભાજપના ઉમેદવારે વોટ ના કાપી શકે તે આશયથી નાણાકીય વ્યવહાર કરીને ફોર્મ પરત ખેંચી લેવા મજબૂર કર્યા હતા ). 2012ની વિધાનસભા ચૂંટણી સમયે રંજન તડવીએ ઉમેદવારી નોંધાવીને ભાજપનો ખેલ બગાડ્યો હતો. આ વખતે પણ આમ આદમી પાર્ટીમાં તેને ઉમેદવારી નોંધાવી છે ત્યારે ફરી એકવાર ભાજપની હારનું કારણ બની શકે છે.

ભીલ ઉમેદવાર તરીકે ધીરુભાઈ ભીલ મારી શકે છે બાજી

સંખેડા વિધાનસભાની જાતિગત સમીકરણોની વાત કરીએ તો અત્યાર સુધીમાં તડવી સમુદાયની વસ્તી વધારે હતી. પરંતુ છેલ્લી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન બહાર આવેલી માહિતી અનુસાર ભીલ સમાજની વસ્તી વધારે છે. હવે તડવી સમાજમાં બે ભાગલા પડે તો ભીલ સમુદાયના ઉમેદવારને સીધો ફાયદો થઈ શકે છે. આમ પણ ગત વિધાનસભા ચૂંટણીમાં અનેક એવી ઘટનાઓ બની હતી જેના કારણે ધીરુભાઈ જીત મેળવી શક્યા ન હતા. આ વખતનું ગણિત (ભાજપમાં આંતરિક અસંતોષ) ભાજપના સમીકરણો બગાડી શકે છે.

ravi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *