કોંગ્રેસના પ્રદેશ પ્રમુખે 500 રૂપિયામાં બાટલો અને ખેડૂતોને દેવામાફીની કરી જાહેરાત, સરસ્વતી, બનાસ નદી પર ચેડ ડેમ બાંધવામાં આવશે– જગદીશ ઠાકોર

 કોંગ્રેસના પ્રદેશ પ્રમુખે 500 રૂપિયામાં બાટલો અને ખેડૂતોને દેવામાફીની કરી જાહેરાત, સરસ્વતી, બનાસ નદી પર ચેડ ડેમ બાંધવામાં આવશે– જગદીશ ઠાકોર
Share

આજે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખના જગદીશ ઠાકોરના અધ્યક્ષ સ્થાને પાટણ જિલ્લાની તાલીમ શિબિર યોજાઈ હતી. તેમાં પાટણ, સિદ્ધપુર અને રાધનપુરના ધારાસભ્યો તેમજ જિલ્લાના કોંગ્રેસ કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

આ પ્રસંગે જગદીશ ઠાકોરે કાર્યકરો સંબંધિત કરતા ભાજપને મોંઘવારી અને પેપર ફૂટવા બાબતે આડેહાથ લીધી હતી. તેમણે જણાવ્યું કે, જો અમારી સરકાર બનશે તો, ઉત્તર ગુજરાતની નદીઓ પર ચેકડેમ બાંધવામાં આવશે અને 500 રૂપિયામાં ગેસની બોટલ આપીશું.

તાલીમ શિબિરમાં જગદીશ ઠાકોરે કાર્યકરો સંબોધન કરતા જણાવ્યું કે, સોશ્યલ મીડિયામાં પક્ષ વિરોધી કોઈ પોસ્ટ કરવામાં આવશે તો તેને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવા આવશે. સાથે સાથે તેમણે પાણીની તંગી અગે ભાજપને જવાબદાર માન્યું.

સરસ્વતી, બનાસ નદીઓ પર 100 -100 કરોડના ખર્ચે ચેક ડેમ બાંધવામાં આવશે. તેમણે વધુમાં કહ્યું કે, અમારી સરકાર આવશે તો 500માં ગેસનો બાટલો આપીશું અને ખેડૂતોને વીજળી બિલ હાફ અને દેવામાફીનો કાયદો લાવીશું.

ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે જણાવ્યું કે, કોંગ્રેસ પક્ષ કામ કરતા લોકોને સ્વીકારે છે. નરેશ પટેલથી લઈ તમામ સામાજિક કામ કરતા લોકોને સ્વીકારે છે. અમે અમારા કાર્યક્રમમાં મીડિયાની હાજરી જ કહીએ છીએ કે, ભાજપે કોંગ્રેસના લોકોને લેવાનું કેલેન્ડર બનાવ્યું છે, ભાજપ પૈસાને જોરે ખરીદી કરે છે, ભારતીય જનતા પાર્ટી ભલેને આવતી કાલે ચૂંટણી જાહેર કરે અમે તૈયાર છીએ.

ravi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *