કોવિડ સહાયને લઈ કોંગ્રેસ મેદાનેઃ કોરોનાથી મોત મામલે ગુજરાત સરકાર જુઠ્ઠુ બોલી રહી છે, કોંગ્રેસે ઘરે-ઘરે જઈ સર્વે કર્યો- રાહુલ ગાંધી

 કોવિડ સહાયને લઈ કોંગ્રેસ મેદાનેઃ કોરોનાથી મોત મામલે ગુજરાત સરકાર જુઠ્ઠુ બોલી રહી છે, કોંગ્રેસે ઘરે-ઘરે જઈ સર્વે કર્યો- રાહુલ ગાંધી
Share

ગુજરાતમાં કોરોનાના મૃતકોના પરિવારોને સહાય આપવા મામલે સુપ્રીમ કોર્ટની ઝાટકણી બાદ સરકાર ઘુંટણીએ છે. તો બીજી તરફ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કોંગ્રેસનું દેશ વ્યાપી કોવિડ ન્યાય કેમ્પેઇન લોન્ચ કર્યું છે. રાહુલ ગાંધીએ ટ્વીટર પર પોસ્ટ કરીને ગુજરાતમાં કોરોના મેનેજમેન્ટ અંગે સવાલો ઉઠાવ્યા છે. કોંગ્રેસ પહેલાથી કોવિડમાં મૃત્યુ પામનાર લોકોના પરિવારોને 4 લાખ રૂપિયા સહાયની માગણી કરી હતી. પરંતુ કેન્દ્ર સરકારે 50 હજારની સહાયની જાહેરાત કરી હતી.

રાહુલ ગાંધીએ ટ્વીટર પર પોસ્ટ કરી ગુજરાત સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસે ઘરે ઘરે જઇને સર્વે કર્યો હતો. રાજ્ય સરકાર દ્વારા કોરોનાના મોતના આંકડા છુપાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે ગુજરાતમાં કોરોનાથી 3 લાખ લોકો મૃત્યુ પામ્યા છે. જ્યારે સરકારી ચોપડે માત્ર 10,090 લોકો જ દર્શાવાયા છે. ગુજરાત સરકારે લોકોના મોતને મામલે પણ રાજનીતિ કરી છે. ખોટા આંકડા દર્શાવી લોકોને સાચી સ્થિતિથી દૂર રાખ્યા છે. રાજ્ય સરકારે સાચા આંકડા જાહેર કરવા જોઈએ તેવી માગ પણ રાહુલ ગાંધીએ કરી હતી.

રાહુલ ગાંધીએ કોરોનામાં જીવ ગુમાવનાર મૃતકોને પરિવારજનોને 4 લાખ રૂપિયાની સહાય આપવા માટે માંગણી કરી છે. રાહુલ ગાંધીએ આક્ષેપ લગાવ્યો છે કે, મૃતકોના પરિવારને વળતર આપવા રાજ્ય સરકાર પાસે પૈસા નથી. જ્યારે ખોટા ખર્ચ કરવા માટે સરકાર પાસે કરોડો રૂપિયા છે. રાહુલ ગાંધીએ એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં તેમણે કોવિડમાં મૃત્યુ પામેલા લોકોના નિવેદનો પણ લીધા છે. જેમાં તેમણે પોતાના પરિવારજનોને ન્યાય અપાવવા માટે માંગણી કરી રહ્યાં છે.

બીજી તરફ સરકારે કોરોના મૃતકોને સહાયની જાહેરાત કરતા ગુજરાતમાંથી હજારોની સંખ્યામાં ફોર્મ ઉપડી રહ્યાં છે. સહાય માટેના ફોર્મ મેળવવા માટે લાંબી લાઈનો લાગી રહી છે. રાહુલ ગાંધીએ આક્ષેપ કર્યો હતો કે, મૃતકના સર્ટિફિકેટમાં મૃત્યુના કારણ કોરોના લખવામાં નથી આવ્યું. જેના કારણે અનેક લોકો સહાયથી વંચિત રહી જશે. પ્રધાનમંત્રી પાસે 8,458 કરોડનું વિમાન ખરીદવાના પૈસા છે પરંતું લોકોને સહાય આપવા માટે પૈસા નથી.

ravi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *