વડોદરા ચુંટણી અધિકારી અને જીલ્લા કલેક્ટરની અનોખી સેલ્ફી સ્પોટની પહેલ, યુટ્યુબર ઋષાલીએ મતદાન કરવા કરી અપીલ

વડોદરા કલેકટર દ્વારા મતદાન જાગૃતિ અર્થે કરવામાં આવેલા નવીન પ્રયોગનો સકારાત્મક સફળ રંગ વડોદરાનાં યુવાનોમાં જોવા મળી રહ્યો છે.જીલ્લા ચુંટણી અધિકારી અને વડોદરા જીલ્લા કલેક્ટર દ્વારા વડોદરાના વિવિધ સિનેમા ઘરો મોલ્સમાં યુવાનોને આકર્ષિત કરવા તેમજ મતદારોને લોકશાહીના પર્વમાં જોડવા અનોખી પહેલ સ્વરુપે મુકવામાં આવેલા હું મતદાર છું “અવસર લોકશાહીનો “ના સેલ્ફી સ્પોટ ઉપર યુવાનો ઉત્સાહ ભેર તસ્વીર લેતા જોવા મળી રહ્યા છે.જે ભારતનું અને ખાસ કરીને વડોદરાની નવી પેઢી લોકતંત્રના ઉત્સવની ઉજવણી માટે સજ્જ હોવાની તથા જીલ્લા કલેક્ટર ના અથાગ પ્રયત્નો ને સાકાર થતાં જોવા મળી રહ્યા છે.તાજેતરમા આવા જ સેલ્ફી સ્પોટ પાસે વિદ્યાર્થીની તેમજ યુટ્યુબર રુષાલી (rushali gaming) દ્વારા યુવાનો પણ લોકશાહીના પર્વમાં જોરશોરથી ભાગ લેશે તેવા સંદેશ સાથે હૂં મતદાર છું ના સેલ્ફી સ્પોટ થી ગુજરાત ના યુવાનોને સંદેશ પાઠવ્યો છે.પ્રધાનમંત્રીએ પોતાના પ્રવાસ દરમિયાન ચુંટણીમાં મતદાનના રેકર્ડ બ્રેક કરવાનો વિશ્વાસ વડોદરા વાસીઓ પાસે માંગ્યો છે ત્યારે વડોદરા અને ગુજરાતના પ્રથમવાર મતદાન કરવા જનારા યુવાનોમાં રહેલો ઉત્સાહ જીલ્લા કલેક્ટર ની અનોખી પહેલ થી છતો થઈ રહેલો જોવા મળી રહ્યો છે.
ઉલ્લેખનિય છે કે અત્યારે ગુજરાતમાં ચૂંટણીનો માહોલ છે. ચૂંટણીપંચ દ્વારા પણ મતદાનમાં વધારો થાય અને મતદાન અંગે જાગૃતિ આવે તેને લઈને અનેક નવા પ્રયાસો અને અભિયાનો હાથ ધર્યા છે. અલગથી મહિલા સંચાલિત મતદાન કેન્દ્રોની લઈને દિવ્યાંગ અને 80 વરસથી વધુ વયના લોકોને ઘરે બેઠા મતદાન કરી શકાય તેવી પણ વ્યવસ્થા કરી છે.તેના જ ભાગરૂપે વડોદરાના કલેકટર દ્વારા આ અનોખો પ્રયાસ હાથ ધરાયો છે. અનેક લોકો આ અભિયાનમાં જોડાયા છે. સાથે સાથે લોકોએ વધુને વધુ મતદાન કરવાનો સંકલ્પ પણ લઈ રહ્યા છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ વખતે રેકોર્ડ બ્રેક મતદાન કરવા માટે અપીલ કરી ચૂક્યા છે.
1 Comment
congratulations rushali…keep it up