UKથી અક્ષરધામના મહેમાન બન્યા બોરિસ જોનસન, મંદિરની ભવ્યતા જોઈ થયા અભિભૂત

બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસને આજે પોતાના ગુજરાત પ્રવાસ દરમિયાન ગાંધીનગર સ્થિત અક્ષરધામ મંદિરની મુલાકાત લીધી હતી. અક્ષરધામ મંદિરના દર્શન કરી તેમજ મંદિરની ભવ્યતા જોઈ બ્રિટન વડાપ્રધાન ખૂબ જ અભિભૂત થયા હતા. અક્ષરધામ મંદિરની મુલાકાત દરમિયાન બ્રિટન વડાપ્રધાને નીલકંઠવર્ણી મહારાજનો અભિષેક પણ કર્યો હતો.
સાથે જ સંતો સાથે વાતચીત કરી મંદિર અંગે વિશેષ માહિતી પણ મેળવી હતી. આ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી પણ હાજર રહ્યા હતા. વડાપ્રધાન જોનસન અને મુખ્યમંત્રીનું બીએપીએસના બ્રહ્મવિહારી સ્વામી, ઇશ્વરચરણ સ્વામી અને વરિષ્ઠ સંતગણે ભાવભર્યુ અભિવાદન કર્યુ હતું. યુ.કે.ના વડાપ્રધાનશ્રીએ અક્ષરધામ સંકુલના વિવિધ પરિસરની પણ મુલાકાત લીધી હતી અને પ્રવૃત્તિઓની વિગતો જાણવામાં રસ દાખવ્યો હતો.
અહેવાલ- ચિંતન સુથાર, અમદાવાદ