સ્નેહમિલનઃ પ્રદેશ પ્રમુખના હોમટાઉન સુરતમાં ભાજપનું શક્તિપ્રદર્શન, અમિત શાહે કર્યા પાટીલના વખાણ

 સ્નેહમિલનઃ પ્રદેશ પ્રમુખના હોમટાઉન સુરતમાં ભાજપનું શક્તિપ્રદર્શન, અમિત શાહે કર્યા પાટીલના વખાણ
Share

સુરતમાં ભાજપના સ્નેહમિલન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટી પડ્યા હતા. આ સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ ઉપસ્થિત રહ્યા હતા. આ સિવાય કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ વીડિયો કોન્ફ્રન્સ મારફતે કાર્યક્રમમાં જોડાયા હતા.

સુરતના વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે પ્રદેશ પ્રમુખ પાટીલના હોમટાઉનમાં યોજાયેલા સ્નેહમિલન સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કાર્યકરોને સંબોધન કરતા જણાવ્યું હતું કે, જેમ અમે અહીં આવ્યા તો અમારો વટ પાડી દીધો, તેમ તમે ગાંધીનગર આવો હું તમારો વટ પાડી દઈશ. ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતના પરિણામ તમારા થકી મેળવ્યા છે. હવે તમામ 182 સીટ જીતવાની છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, સ્વછતામાં હવે નંબર-1નું સ્થાન મેળવજો. સુરતમાં લઘુભારત છે. સી. આર. પાટીલનો પેજ પ્રમુખનો પ્રયોગ આજે દેશભરના પાર્ટી કાર્યકર્તા માટે મોડેલ રૂપ બન્યું છે. સુરતે તો નામેય ભાજપને હાર આપી નથી. 2022ની ચૂંટણીમાં આઝાદી પછી સૌથી વધુ બેઠકો જીતીને રેકોર્ડ બનાવજો.

પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે સંબોધન કરતા જણાવ્યું કે, ભાજપના કાર્યકરોના કારણે ભાજપની આ તાકાત ઊભી થઈ છે. ભાજપના કર્યકરોના કારણે જ ભાજપ પક્ષ આ સ્થાન સુધી પહોંચી શક્યો છે. આ અગાઉ ભાજપની બાઈક રેલીને કારણે શહેરમાં ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે.

ravi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *