ગુજરાતીઓ માટે રોજગારીની મોટી તકઃ ભારતમાં PayTM Moneyની પ્રથમ ઓફિસ અમદાવાદમાં, જાણો CEO વરૂણ શ્રીધરે શું લક્ષ્યાંક બનાવ્યું

 ગુજરાતીઓ માટે રોજગારીની મોટી તકઃ ભારતમાં PayTM Moneyની પ્રથમ ઓફિસ અમદાવાદમાં, જાણો CEO વરૂણ શ્રીધરે શું લક્ષ્યાંક બનાવ્યું
Share

ડિજીટલ પેમેન્ટનો વ્યાપ વધી રહ્યો છે ત્યારે વિશ્વની અગ્રણી ઓનલાઈન પેમેન્ટ કંપનીઓ પોતાની સેવામાં પણ વધારો કરી રહી છે. PayTM Moneyએ દેશમાં તેની પ્રથમ વેલ્થ મેનેજમેન્ટ ઓફિસ અમદાવાદમાં શરૂ કરી છે. સંપૂર્ણ ડિજિટલ કંપનીએ ગુજરાત માટે પોતાની સ્ટ્રેટેજી બદલી છે અને ઓફિસ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.

ઓનલાઈન ટ્રાન્ઝેક્શનમાં મોટો બજાર હિસ્સો ધરાવતી કંપની આગામી સમયમાં લોકોના રોકાણ નિર્ણયોમાં મહત્ત્વની ભૂમિકા ભજવશે. હાલમાં PayTM Money માટે નવા ડિમેટ એકાઉન્ટ અને F&O સોદાના મામલે ગુજરાત સૌથી મોટું માર્કેટ છે. ભારતમાં પણ વધુ લોકો સુધી પહોંચી શકાય તે માટે PayTM Moneyએ ભારતમાં તેની પ્રથમ ઓફિસ અમદાવાદમાં ખોલી છે. PayTM Moneyના CEO વરૂણ શ્રીધરે ગુજરાતમાં નં.1 ટ્રેડીંગ અને ઈનવેસ્મેન્ટ પ્લેટફોર્મ બનવાનુ લક્ષ્ય નક્કી કર્યું છે. રાજ્યમાં વિસ્તરણ કરવા આ સુવિધા મહત્વની બની રહેશે.

પ્રથમ તબક્કામાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને મહેસાણામાં નિષ્ણાંત કલાયન્ટ ટીમની રચના કરશે. પછીથી અન્ય શહેરોમાં વિસ્તરણ કરવામાં આવશે. પેટીએમ પેમેન્ટસના હાલના ગ્રાહકોનો લાભ લઈ સંલગ્ન મોડલ હેઠળ ઈન્વેસ્ટમેન્ટ પ્લેટફોર્મ હસ્તગત કરવાનુ અને પ્રોત્સાહિત કરવાનુ ધ્યેય નક્કી કરવામાં આવ્યું છે. અમદાવાદ દેશનું અગ્રણી શહેર બન્યુ છે અને આકર્ષક પ્રતિભા સમુદાય, મૂડી રોકાણની સંસ્કૃતિ અને માળખાકીય સુવિધાઓ ધરાવે છે. અમારા માટે ગુજરાતમાં નોંધપાત્ર કેપિટલ માર્કેટ બિઝનેસના નિર્માણ થઈ શકશે.

વેપારીઓ અને ગ્રાહકો માટેની ભારતની મોખરાની ડિજિટલ વ્યવસ્થા પેટીએમ તરફથી જાહેરાત કરવામાં આવી છે તેની સંપુર્ણ માલિકીની પેટા કંપની પેટીએમ મનીએ તેની પ્રથમ વેલ્થ મેનેજમેન્ટ ઓફિસનો અમદાવાદમાં પ્રારંભ કર્યો છે. ગુજરાતમાં આશરે 100 લોકોની સેલ્સ ટીમ, ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝર્સ અને બજાર નિષ્ણાંતોની ભરતી કરીને આગામી વર્ષોમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને મહેસાણામાં કંપનીની હાજરી વિસ્તારશે.

હાલમાં 1 લાખથી વધુ યુઝર્સ ધરાવતું ગુજરાત PayTM Money પ્લેટફોર્મ ઉપર ટ્રાન્ઝેક્શન વોલ્યુમ ધરાવતુ ટોચનું રાજ્ય છે. પ્લેટફોર્મ ઉપર 11 ટકાથી વધુ IPO અરજીઓ ગુજરાતમાંથી આવે છે આથી દેશમાં સૌથી મહત્વનું રાજ્ય બની રહે છે. હવે અમદાવાદમાં ભૌતિક હાજરી ધરાવતાં તે રાજ્યમાં નવા યુઝર્સની સંખ્યામાં વધારો કરી શકશે અને એકંદર રિલેશનશિપ વેલ્યુ અને ટ્રેડીંગ વોલ્યુમમાં વધારો કરી શકશે.

કંપની રાજ્યના ક્લાયન્ટસને મદદ કરવા DIY આસિસ્ટન્સ ડેસ્કની સ્થાપના કરી ચૂકી છે. તે અમદાવાદમાં ગ્રાહકોને ઓફલાઈન ટ્રેડમાં સહાય કરવા કૉલ અને ટ્રેડ ડેસ્કની પણ સ્થાપના કરશે. ગ્રાહકોને જો સહાયની જરૂર પડે તો તે પેટીએમ મનીના લોકપ્રિય શૈક્ષણિક વિડીયોનો અને નિષ્ણાત સિરીઝ ટૂંક સમયમાં ગુજરાતી ભાષામાં ઉપલબ્ધ થશે.

PayTM Moneyના CEO વરૂણ શ્રીધર જણાવ્યું હતું કે, અમારા ગ્રાહકો જે ભાષાનો ઉપયોગ કરે છે અને બોલે છે તે ભાષામાં સંપર્ક કરી તેમની વધુ નિકટ આવવા પ્રયાસ કરી રહ્યા છીએ. PayTM Money ઉત્તમ કિંમતે મૂડીરોકાણ અને ટ્રેડીંગ કરવા માટે સુપર એપ્પનું નિર્માણ કરી રહી છે. ઉદાહરણ તરીકે અમારૂ એફ એન્ડઓ પ્રાઈસીંગ ઓર્ડર દીઠ 10નું છે અને તે ભારતમાં સૌથી ઓછી કીંમત ધરાવે છે. ગુજરાતનું અમારૂ હાલનું ટ્રેડર નેટવર્ક અમારા માટે મોટુ સ્પર્ધાત્મક નેટવર્ક બની રહેશે. અમદાવાદમાં અમારી ભારતની સૌ પ્રથમ ઈન્વેસ્ટમેન્ટ ઓફિસ એ PayTM Moneyનું એક મહત્વનું કદમ છે.

ravi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *