ઐતિહાસિક નિર્ણયઃ અમદાવાદમાં એક ઝાટકે 700 TRB જવાનોને પાણીચું પકડાવી દેવાયું, આ કારણે કરાઈ કાર્યવાહી

 ઐતિહાસિક નિર્ણયઃ અમદાવાદમાં એક ઝાટકે 700 TRB જવાનોને પાણીચું પકડાવી દેવાયું, આ કારણે કરાઈ કાર્યવાહી
Share

અમદાવાદના ઈતિહાસમાં એક સાથે 700 TRB જવાનોને છુટ્ટા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં ટ્રાફિક પોલીસમાં ગેરવર્તણૂક કે ભ્રષ્ટાચારમા સંકળાયેલ TRB જવાનનો સામે ફરીયાદ નોંધાઈ હતી, તે તમામને ફરજ પરથી બરતરફ અને છુટા કરાયા છે.

અમદાવાદમાં એકસાથે 700 ટ્રાફિક બ્રિગેડના જવાનોને પાણીચું પકડાવી દેવામાં આવ્યું છે. જેને લઈને ટ્રાફિક બેડમાં ફરજ બજાવતા ટ્રાફિક બ્રિગેડના જવાનોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ત્યારે હવે આગામી સમયમાં 3 વર્ષના કોન્ટ્રાક્ટના આધારે 700 TRB જવાનની ભરતી કરાશે.

રોડ પર ટ્રાફિક વ્યવસ્થાનું નિયંત્રણ કરવા માટે મોટા પાયે ટ્રાફિક બ્રિગેડના જવાનોની કોન્ટ્રાક્ટ પર ભરતી કરવામાં આવતી હોય છે પરતું કેટલીક વાર આ જવાનો વધુ પૈસા કમાવવાની લાલાચમાં રાહદારીઓ પાસેથી ગેરકાયદેસર ચલણને બદલે પૈસાની ઉઘરાણી પણ કરતા હોય છે.

ravi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *