ગ્રામ પંચાયતનો સંગ્રામઃ સરપંચ પદ માટે 27,200 અને સભ્યો માટે 1,19,998 ઉમેદવારો મેદાનમાં, જાણો તમારા ગામના કોણ છે સરપંચ

 ગ્રામ પંચાયતનો સંગ્રામઃ સરપંચ પદ માટે 27,200 અને સભ્યો માટે 1,19,998 ઉમેદવારો મેદાનમાં, જાણો તમારા ગામના કોણ છે સરપંચ
Share

ગુજરાતમાં હાલ ગ્રામ પંચાયતની ચૂંટણી નજીક આવી રહી છે, આગામી 19 ડિસેમ્બરે ગામના નેતાઓ આમને-સામને આવી રહ્યા છે. તો બીજી તરફ તંત્ર દ્વારા પણ મતદાનને લઈ તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.

કુલ 10 હાજર 118 બેઠકમાંથી 1 હજાર 267 સમરસ થઈ છે. બાકીની 8 હજાર 851 ગ્રામપંચાયત પર ચૂંટણી યોજાશે. ગ્રામ પંચાયતોમાં 8560 સરપંચ પદ માટે કુલ 27,200 ઉમેદવારો વચ્ચે જંગ ખેલાશે. જ્યારે 53,507 સભ્યો ચૂંટવા માટે 1,19.998 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે.

આ વચ્ચે તમે બધા પોતાના ગામની ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં કોણે ફોર્મ ભર્યું તે જાણવા આતુર હશો. ત્યારે અમે આપને જણાવીશું કે તમે ઘેર બેઠા જ પોતાના ગામના ઉમેદવારોનું નામ કેવી રીતે ચેક કરી શકશો. ગુજરાત ચૂંટણી પંચ ઉમેદવારોની યાદી જાહેર કરે છે તેથી તમે આ વર્ષની ચૂંટણીમાં જોડાનારા તમારા ગામના ઉમેદવારોની સંપૂર્ણ યાદી અહીં જોઈ શકો છો.

અહીં ક્લિક કરી જાણો કે તમારા ગામમાં કોણે સરપંચ અને સભ્યમાં ભર્યું છે ફોર્મ

8684 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે કુલ 1,82,15,013 મતદારો મત્તાધિકારનો ઉપયોગ કરશે. જેમાં 93,69,202 પુરુષ મતદાર છે જ્યારે 88,45,811 મહિલા મતદારોનો સમાવેશ થાય છે. ​​​ગ્રામ પંચાયતની ચૂંટણીઓ માટે કુલ 23,907 મતદાન મથકો ઉભા કરવામા આવશે. જેમાં 6656 મતદાન મથકો સંવેદનશીલ અને 3074 મતદાન મથકો અતિ સંવેદનશીલ જાહેર કરવામા આવ્યા છે.

19 તારીખે યોજાનારી ચૂંટણી દરમિયાન શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાય તે માટે 8664 ગ્રામ પંચાયતોમાં કુલ 51 ,747 પોલીસ જવાનો સુરક્ષા બંદોબસ્ત જાળવશે. મતદાન પ્રક્રિયા માટે 2,546 ચૂંટણી અધિકારીઓ, 2,827 મદદનીશ ચૂંટણી અધિકારીઓ અને 1,37,466 પોલીંગ સ્ટાફ ફરજ પર હાજર રહેશે.

ravi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *