ખેડૂત આંદોલનને 1 વર્ષ: લંગર ફક્ત આંદોલનકારીઓ માટે જ નહીં સામાન્ય જનતા માટે પણ ખુલ્લા મુકાયા હતા

 ખેડૂત આંદોલનને 1 વર્ષ: લંગર ફક્ત આંદોલનકારીઓ માટે જ નહીં સામાન્ય જનતા માટે પણ ખુલ્લા મુકાયા હતા
Share

કૃષિ કાયદાઓની વિરુદ્ધ દિલ્હીની સરહદો પર ધરણા આપી રહેલા ખેડૂતોને હવે 2 અઠવાડિયાથી વધારે સમય બાદની ઘટનાઓ આવનારા સમયમાં મોટું આંદોલનનું સ્વરૂપ લેશે તેવા એંધાણ આવી ગયા હતા. ધરણાંના કારણે સામાન્ય લોકોને અનેક મુશ્કેલી પડી રહી હતી ત્યારે ખેડૂતોએ લોકોની માફી માગી હતી.

પોતાની માંગ પર અડગ ખેડૂતો ટસના મસ થવા તૈયાર ન હતા. ઠંડીમાં પણ ખેડૂતો પ્રદર્શન કરી રહ્યા હતા, પરંતુ આ ધરણાથી સામાન્ય લોકોને મુશ્કેલીઓ પડી રહી હતી . હવે આ મુશ્કેલીઓને જોતા સંયુક્ત કિસાન મોરચાએ માફી માંગી હતી. તેમણે સામાન્ય લોકોને પડી રહેલી મુશ્કેલીઓ માટે દુ:ખ વ્યક્ત કર્યું હતું. જો કે એ ભરોસો પણ આપ્યો હતો કે જો કોઈ દર્દી અથવા જરૂરિયાતમંદને કોઈ મુશ્કેલી થશે, તો તરત અમારો સંપર્ક કરી શકે.

સંયુક્ત કિસાન મોરચા દ્વારા દેશના અનેક ખેડૂત સંગઠન નવા ખેડૂત બિલને લઇને ધરણા આપી રહ્યા હતા. દિલ્હીની સિંધુ બૉર્ડર, ગાઝીપુર બૉર્ડરસ ટિકરી બૉર્ડર અને હવે રાજસ્થાનથી હરિયાણાને જોડતી બૉર્ડર બંધ કરવામાં આવી રહી હતી. ખેડૂતો દ્વારા નીકાળવામાં આવેલા પેમ્ફલેટમાં લખવામાં આવ્યું હતી કે, ‘અમે ખેડૂતો છીએ, લોકો અમને અન્નદાતા કહે છે. વડાપ્રધાન કહે છે તેઓ અમારા માટે 3 કાયદાની ભેટ લઇને આવ્યા છીએ, અમે કહીએ છીએ કે આ ભેટ નહીં પરંતુ સજા હતી. અમને ભેટ આપવી હતી તો પાકની યોગ્ય કિંમત આપવાની કાયદાકીય ગેરંટી આપો. ‘રોડ બંધ કરવા, જનતાને તકલીફ આપવી અમારો ઉદ્દેશ્ય નથી. અમે તો મજબૂરીમાં અહીં બેઠા છીએ. તેમ છતા અમારા આ આંદોલનથી તમને જે તકલીફ થઈ રહી છે તેના માટે અમે હાથ જોડીને માફી માંગીએ છીએ.

ખેડૂતોએ ભરોસો આપ્યો કે, ‘જો કોઈ પણ બીમાર અથવા વૃદ્ધને મુશ્કેલી હોય, એમ્બ્યુલન્સ રોકાઈ હોય અથવા બીજી કોઈ ઇમરજન્સી હોય તો કૃપા કરીને અમારા વૉલિયન્ટર સાથે સંપર્ક કરો તેઓ તમારી મદદ કરશે. એક ખેડૂત મહત્વનું છે કે ખેડૂતોના આંદોલનના કારણે અનેક રસ્તાઓ બંધ હતા. અનેક જગ્યાએ ડાયવર્ઝન હતા. જો કે એવું અનેક વાર જોવા મળ્યું છે કે ખેડૂતો એમ્બ્યુલન્સ માટે ખુદ જ રસ્તો બનાવી રહ્યા છે. આ ઉપરાંત ખેડૂતો દ્વારા જે લંગર તૈયાર કરવામાં આવી રહ્યા હતા, તેમાં ફક્ત પ્રદર્શનકારીઓને જ નહીં પરંતુ અન્ય સામાન્ય લોકોને પણ પ્રસાદ આપવામાં આવી રહ્યો હતો.

Umesh Amin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *