ગીરકાંઠાના પતરમાળના ત્રણ ડુંગરોમાં લાગી આગ, વનતંત્રના આંખ આડા કાન,
છેલ્લા બે દિવસથી પતરમાળના ડુંગરો સળગી રહ્યા છે. પરંતુ તેને ઠારવાવાળું કોઈ નથી. તંત્ર મુકપ્રેક્ષક બની વનસૃષ્ટિનો નાશ થતો જોઈ રહ્યું છે. આગને કાબુમાં લેવા માટે કોઈ પ્રયત્ન કરવામાં આવી રહ્યા નથી. છેલ્લા કેટલાક દિવસોમાં ડુંગરો પર આગની ઘટનાઓ બાદ ખાંભા તાલુકાના ખડાધાર, રબારીકા અને નવા માલકનેશને ત્રિભેટે આવેલી પતરમાળ ડુંગરમાળા ભડભડ સળગી ઉઠી છે. […]Read More