ટેરિફમાં 25 ટકાનો વધારોઃ એરટેલ બાદ VIએ પણ મોબાઈલ રિચાર્જ કર્યા મોંઘા, આ તારીખથી નવા ભાવ બનશે અમલી

 ટેરિફમાં 25 ટકાનો વધારોઃ  એરટેલ બાદ VIએ પણ મોબાઈલ રિચાર્જ કર્યા મોંઘા, આ  તારીખથી નવા ભાવ બનશે અમલી
Share

એરટેલ પછી વોડાફોન આઈડિયાના ગ્રાહકો માટે પણ ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. કંપનીએ તમામ પ્રીપેડ પ્લાનમાં 25 ટકા સુધીના વધારાની જાહેરાત કરી છે. વધેલો ટેરિફ 25 નવેમ્બરથી લાગુ થશે. આ પહેલા સોમવારે એરટેલે પણ પ્રીપેડ પ્લાનના ટેરિફમાં 20 થી 25 ટકાનો વધારો કર્યો હતો.

દેવાના ભાર નીચે દબાયેલી વોડાફોન આઈડિયાએ મંગળવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, તેની નવી યોજનાઓ ARPUમાં સુધારો કરવાની પ્રક્રિયા શરૂ કરશે અને ઉદ્યોગને નાણાકીય તણાવમાંથી બહાર આવવામાં મદદ કરશે.

વોડાફોન આઈડિયાના CEO રવિન્દર ટક્કરે ગત અઠવાડિયે સંકેત આપ્યો હતો કે ટેરિફમાં ટૂંક સમયમાં વધારો થઈ શકે છે. એરટેલે ટેરિફમાં વધારો કરવાની જાહેરાત કર્યાના એક દિવસ બાદ વોડાફોન આઈડિયાએ પણ ટેરિફમાં વધારો કરવાની જાહેરાત કરી હતી.

જાણો કંપનીના ડેટા પ્લાન

  • કંપનીનો 149 રૂપિયાનો પ્લાન હવે 179 રૂપિયામાં આવશે. જેમાં અનલિમિટેડ કોલિંગ, 300 SMS અને 2GB ડેટાનો લાભ મળશે. આ પ્લાનની વેલિડિટી પણ 28 દિવસની છે.
  • કંપનીનો 219 રૂપિયાનો પ્લાન હવે 269 રૂપિયામાં ઉપલબ્ધ થશે. આ પ્લાન હેઠળ 28 દિવસ માટે અમર્યાદિત કોલિંગ, દરરોજ 100 SMS અને દરરોજ 1GB ડેટા મળશે.
  • કંપનીનો 249 રૂપિયાનો પ્રીપેડ પ્લાન હવે 299 રૂપિયામાં આવશે. તેની વેલિડિટી 28 દિવસની છે. આ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગ, પ્રતિ દિવસ 100 SMS અને દરરોજ 1.5GB ડેટા મળશે.
  • કંપનીનો 299 રૂપિયાનો પ્રીપેડ પ્લાન હવે 359 રૂપિયામાં ઉપલબ્ધ થશે. આ અંતર્ગત 28 દિવસ માટે અમર્યાદિત કોલિંગ, દરરોજ 100 SMS અને દરરોજ 2GB ડેટાનો લાભ મળે છે.

ravi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *