ગુજરાતની વિરાંગનાઃ કસંદ્રાના યુદ્ધમાં પાટણની રાણી નાયિકા દેવીએ ઘોરીને એવો હરાવ્યો કે તેણે પાછું ફરી ગુજરાત તરફ જોવાની હિમ્મત ન કરી

 ગુજરાતની વિરાંગનાઃ કસંદ્રાના યુદ્ધમાં પાટણની રાણી નાયિકા દેવીએ ઘોરીને એવો હરાવ્યો કે તેણે પાછું ફરી ગુજરાત તરફ જોવાની હિમ્મત ન કરી
Share

ગુજરાતની ધરતીએ અનેક મહિલા યોદ્ધાઓ આપી જેના ઈતિહાસથી આપણે હમેંશા અજાણ રહ્યા છીએ. હવે આ ઈતિહાસ ઉપરથી પડદો ઉઠાવવાનો એક નાનકડો પ્રયાસ થઈ રહ્યો છે અને બૉલીવુડને પણ ટક્કર આપે એવી ફિલ્મ નાયિકા દેવી ટૂંક સમયમાં જ રિલીઝ થવા જઈ રઈ છે.

ચંદેલ રાજકુમારી (બુંદેલખંડના પરમાર રાજાની પુત્રી), જે ગુજરાતની ચાલુક્ય રાણી બની અને યુદ્ધના મેદાનમાં શકિતશાળી મોહમ્મદ ઘોરીને હરાવ્યો હતો. વર્ષ 1173માં મોહમ્મદ શહાબુદ્દીન ઘોરીએ અફઘાનિસ્તાનમાં ગઝનવી પર વિજય મેળવ્યો હતો.

પછી તેની મહત્ત્વાકાંક્ષી ભારત તરફ આગળ વધી. ઘોરીનું અખંડ ભારતમાં પ્રથમ આક્રમણ મુલતાન ઉપર થયુ. મુલતાન અને ઊંચ પર કબજો કર્યા પછી તે ગુજરાત તરફ વળ્યો. તેનું લક્ષ્ય અણહિલવાડ પાટણનું સમૃદ્ધ કિલ્લેબંધ નગર અને હંમેશાં સમૃદ્ધિથી ભરપૂર સોમનાથ મહાદેવનું મંદિર હતું.

વર્ષ 1178માં જ્યારે ઘોરીએ પાટણ પર હુમલો કર્યો ત્યારે પાટણ મૂળરાજ-2ના શાસન હેઠળ હતું. જેણે તેના પિતા અજયપાલના નિધન બાદ બાળક તરીકે સિંહાસન સંભાળ્યું હતું. જોકે વાસ્તવમાં શાસક તેમની માતા, નાયિકા દેવી હતાં અને મૂળરાજના કાકા ભીમદેવ બીજા તેમને સહાય કરતા હતા.

નાયિકા દેવીએ ઘોરીના આક્રમણ સામે લડવા પૃથ્વીરાજ ચૌહાણ સહિતના ઘણા રાજાઓને મદદ માંગી, પરંતુ આ રાજ્યોએ મદદ માટે ના પાડી ત્યારે નાડોલના ચૌહાણ, જાલોર ચૌહાણ અને અર્બુદાના પરમાર જેવા ચાલુક્ય સામંતોની મદદથી રણમેદાનમાં ઉતર્યા. કાસન્દ્રા ગામ (અત્યારે સિરોહી જિલ્લામાં) નજીક આબુની તળેટીનો વિસ્તાર યુદ્ધના સ્થળ તરીકે પસંદ કર્યો.

જ્યારે ઘોરી અને તેની સેના કસન્દ્રા પહોંચ્યા ત્યારે મહાન યોદ્ધા મહારાણી નાયિકા દેવી તેના પુત્રને ખોળામાં બેસાડીને યુદ્ધમાં ઊતરી. તેના સૈનિકોને ઉગ્ર પ્રતિ-આક્રમણ તરફ દોરી ગઈ. રાજપૂતોના અપ્રતિમ શૌર્ય અને તાલીમ પામેલા હાથીઓના સૈન્યને કારણે ઘોરીના સૈન્યનો કચ્ચરઘાણ નીકળી ગયો એને ઘોરી ખૂબ ખરાબ રીતે હાર્યો. મુશ્કેલીથી કેટલાક અંગરક્ષકો સાથે ભાગી જવામાં સફળ રહ્યો.

આ યુદ્ધ ઈતિહાસમાં ‘કસંદ્રાના યુદ્ધ’ તરીકે ઓળખાય છે. જેમાં નાયીકાદેવીની આગેવાનીમાં ચાલુક્યના સૈન્યના બહાદુર સૈનિકો અને તેમના મદમસ્ત હાથીઓએ આક્રમણકારી દળને કચડી એવુ તો કચડી નાંખ્યુ હતું કે ઘોરીએ ફરી ક્યારેય ગુજરાત તરફ નજર નાંખવાની હિંમત નહોતી કરી.

ravi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *